ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તંત્રએ અનુરોધ કર્યો છે. જેમાં માસ્ક પહેરવું, ગમે ત્યાં થૂંકવું નહીં, વારંવાર સાબુથી હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમ જણાવ્યું છે. હાલમાં વિશ્વમાં અને દેશમાં પ્રવર્તિ રહેલાં કોવિડ-19ના રોગચાળાને કાબૂમાં લેવા માટે રાષ્ટ્ર અને રાજ્યકક્ષાએ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે
રાજ્યમાં કોવિડ-19નાં કેસોમાં નોંધપાત્ર વધારો
દેશમાં અને રાજ્યમાં કોવિડ-19નાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો હોય જેને ધ્યાનમાં લેતા જિલ્લામાં કોવિડ-19ના કેસમાં વધારો ન થાય તેના અગમચેતીના ભાગરુપે તથા દર્દીઓને સમયસર સારવાર ઉપલ્ધ કરી શકાય તે હેતુથી આગોતરાં આયોજનના ભાગરુપે કોવિડ-19ના રોગચાળાને અટકાવવા નિવાસી અધિક કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે.
સાધન સામગ્રી જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
આરોગ્ય તંત્રને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન અંગે જરુરી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત હાઉસ-ટુ-હાઉસ સર્વેન્લસ અને ટેસ્ટીંગનું પ્રમાણ વધારવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કન્ટેઈનમેન્ટ ઝોન નક્કી કરવા માટે તેમજ કોવિડ-19ના પોઝિટીવ કેસના સંપર્કમાં આવેલા દર્દીઓનું ટેસ્ટીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. કોવિડ-19ના દર્દીઓને જરુરિયાત મુજબ હોમ અથવા હૉસ્પિટલ આઈશોલેશનમાં રાખવા. આ ઉપરાંત દવાઓ, બેડ, પીએસએ ઓક્સિજન પ્લાન્ટ, લિક્વીડ ઓક્સિજન, ઓક્સીજન કોન્સન્ટ્રેટર, વેન્ટીલેટર મશીન, વગરે સાધન સામગ્રી જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત: આધાર-પાનકાર્ડ લિંકના વાયરલ મેસેજ અંગે જાણો સત્ય
આ તમામ બાબતોની અમલવારથી કોવિડ-19ના સંક્રમણને અટકાવી શકાય
કોવિડ-19ના સંક્રમણથી બચવા માટે નાગરિકોએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, લોકોએ ગમે ત્યાં થૂંકવું નહીં અને વારંવાર સાબુથી હાથ ધોવા. આ તમામ બાબતોની અમલવારથી કોવિડ-19ના સંક્રમણને અટકાવી શકાય છે.