અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

કોરોનાની સંભવિત લહેર સામે લડવા તંત્ર તૈયાર, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ કરાયા સજ્જ

Text To Speech

કોરોનાએ ફરી એક વાર માંથુ ઉચક્યું છે. ચીનમાં કોરોના વાયરસ તબાહી મચાવી રહ્યો છે. જેને લઇને તંત્ર એલર્ટ મોર્ડ પર આવી ગયું છે. અને ભારતમાં સ્થિતિ વધુ બગડે નહી તે માટે બેઠકોનો દોર પણ શરુ કર્યો છે. સરકાર કોરોનાને લઇને તમામ તૈયારીઓના સમીક્ષા કરી રહી છે. ત્યારે રાજ્ય સરકાર પણ આ બાબતે એલર્ટ જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અને તમામ હોસ્પિટલોમાં તૈયારીઓ પર નજર રાખી રહી હોવાનું જણાવ્યું હતું.

સોલા સિવિલ-humdekhengenews

કોરોનાને લઈને રાજ્ય સરકાર એલર્ટ

કોરોનાનો પગ પેસારો થતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે આદેશ કર્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી દીધી છે. જેને લઇને રાજ્ય સરકાર સજ્જ બન્યું છે. અને રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે આદેશ કરતા હોસ્પિટલોમાં કોરોનાને લઇને તૈયારીઓ કરી દેવામાં આવી છે.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ સજ્જ

કોરોનાને લઇને રાજ્ય સરકારે બેઠક યોજી હતી જેમાં કોરોનાના દર્દી માટે સુવિધાઓની પણ વાત કરવામાં આવી હતી. અને રાજ્યની મોટી અને સરકારી હોસ્પિટલોમાં કોરોના વોર્ડ તેમજ વેલ્ટીલેટર જેવી સુવિધાઓને સજ્જ કરવાના આદેશ કરાયા હતા. જેથી રાજ્ય સરકારના આદેશ પ્રમાણે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ સજ્જ કરાયા છે. અને સાથે વેન્ટિલેટર સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હોવાની માહીતી મળી રહી છે. અહીં કોરોના વોર્ડમાં 56 જેટલા બેડ તૈયાર કરાયા છે.અને  વેન્ટિલેટર મોનિટરીંગ સિસ્ટમનું ટેસ્ટિંગ પણ શરૂ કરાયું છે.

આ પણ વાંચો :ઘરે બેઠા 15 મિનિટમાં થશે કોવિડ-19 ટેસ્ટ, માત્ર રૂ. 30માં આ કંપની આપી રહી છે ટેસ્ટિંગ કીટ, જાણો વધુ

Back to top button