અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

તંત્રએ લીધો મોટો નિર્ણય, અમદાવાદમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના કપમાં નહિ પી શકો ચા

Text To Speech

અમદાવાદમાં પ્લાસ્ટિક પ્રતિબંધનના અમલને વધુ કડક બનાવવા માટે AMC એ વધુ એક નિર્ણય લીધો છે. જેમા હવેથી અમદાવાદમાં પાનના ગલ્લાઓ મસાલો બાંધવા વપરાતી પ્લાસ્ટિકની પન્ની અને ચાની કીટલી ઉપર વપરાતા ડિસ્પોઝલ ગ્લાસ નહીં વાપરી શકાય તે માટે AMCએ કવાયત હાથ ધરી છે. અમદાવાદમાં ચાની લારીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આવતી કાલથી આ માટે AMCચેકિંગ હાથ ધરશે.

આજથી પ્લાસ્ટિક અને કાગળના ચા ના કપ પર રોક લાગશે

અમદાવદમાં AMC દ્વારા પ્લાસ્ટિકને લઈને એક ઝૂબેશ શરુ કરવામાં આવી છે. જેમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચાનું વેચાણ નહી કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા શરુઆતના દસ દિવસ સુધી નોટિસ આપ્યા બાદ AMC દ્વારા ચેકીંગ કરાશે. તેમજ જો નોટીસ આપ્યા બાદ પણ તેનું વેચાણ થતુ હશે તો એકમ સીલ કરવામાં આવશે. પ્લાસ્ટિકના કપમા ચા આપવા વાળા ચાની કીટલી વાળા સાથે મસાલા માટે અપાતા પ્લાસ્ટિક અને કાગળના ઉપયોગ સામે પણ કાર્યવાહી કરાશે.

AMC પ્લાસ્ટીક પ્રતિબંધ -HUMDEKHENGENEWS

20મી તારીખ બાદ દુકાનોને કરાશે સીલ

તંત્ર દ્વારા 20 તારીખ સુધી તમામ ગલ્લાવાળાઓને અને ચાની કીટલીના વિક્રેતાઓને પ્લાસ્ટિકનો કપ ન વાપરવા સમજાવવામાં આવશે. ત્યાર બાદ પણ તેનું વેચાણ બંધ નહી કરવામાં આવે તો તેવા દુકાનદાર પર કાર્યવાહી કરવામાં આવશે. અને તેમજ 20 જાન્યુઆરી બાદ જે પણ ચાની કીટલી ઉપર પ્લાસ્ટિકની પન્ની અને ચાના ડિસ્પોઝલ ગ્લાસનું વેચાણ કરવામાં આવશે તે કીટલી અને દુકાનોને સીલ કરવામાં આવશે.

એક દિવસના 25 લાખ પ્લાસ્ટિક અને કાગળના કપ કચરામાં આવતા

અમદાવાદમાં દૈનિક 25 લાખ જેટલા વેસ્ટમાં નીકળતા પીરાણા ઉપર કચરો ભેગો થતા AMC એ આ નિર્ણય કર્યો છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરના સફાઈ અને ગંદકી મામલે કડક કાર્યવાહીના આદેશ બાદ હવે શહેરમાં આવેલા ચાની કીટલીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમજ પાનના ગલ્લાઓ ઉપર પણ તપાસ કરી પલાસ્ટીકની પન્નીઓ વાપરવા ઉપર બંધની જાહેરાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી થકી દવા છંટકાવમાં સહાય મેળવવા માટે આ તારીખ સુધી કરી શકાશે અરજી

Back to top button