ગુજરાતદક્ષિણ ગુજરાત

રખડતાં ઢોર મામલે સુરતમાં તંત્રએ શરૂ કરી કામગીરી, જાણો કેટલાં ઢોર પાંજરે પૂર્યા ?

Text To Speech

ગુજરાત : રખડતા ઢોર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંધનામુ કર્યુ છે. રાજ્ય સરકારે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે અધિકારીઓની જવાબદારી તો ફિક્સ કરી છે. જેમા જિલ્લા સ્તરે કલેક્ટરની અને મ્યનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ડે. મ્યુનિસિપલ કમિશનર અને નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસરવ જવાબદાર અધિકારી તરીકે ફરજ બજવશે. રખડતા ઢોરના ત્રાસના કારણે થયેલા મૃત્યુ કે ઈજાના કેસમાં સરકારે આ તમામ જવાબદારીઓ ફિક્સ કરી છે.

આ ઉપરાંત રખડતાં ઢોરોની સમસ્યાને લઈ મુખ્યમંત્રીએ સોમવારે વિડીયો કોન્ફરન્સ કરી શહેરમાં રખડતાં ઢોરો સામે કામગીરી કરવા આદેશ આપ્યો હતો. અને તમામ કામગીરી પર 10 દિવસ બાદ રિવ્યૂ કરવાની પણ તાકીદ કરી હતી, ત્યારે પાલિકાએ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરાની મદદથી આ મિશનને વેગવંતુ કર્યું છે.

સુરતમાં છેલ્લા 3 દિવસમાં 117 પશુઓને પાંજરે પૂર્યા છે. બુધવારે 45 અને ગુરુવારે 18 પશુઓને ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે મોકલી આપ્યાં છે.બુધવારે સુરતની સચિન જી.આઈ.ડી.સી.માં ઢોર પકડવાની કામગીરી દરમિયાન એક મહિલા પશુને છોડાવી ગઈ હોવાનો બનાવ બન્યો હતો.આ ઘટનાના પગલે હવે માર્કેટ વિભાગની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત પણ મંજુર કરવામાં આવ્યો છે, જેથી શુક્રવારથી માર્કેટ વિભાગની ટીમ સાથે પોલીસ પણ કામગીરીમાં જોડાઈ છે. આ નિર્ણયના પગલે માર્કેટ ખાતાએ રાહત અનુભવી છે.

મહિલાએ દાતરડું લઈ કોઈના ડર વગર ઢોરને છોડાવી ગઈ

સુરતની સચિન જી.આઈ.ડી.સી.માં કામગીરી બાદ એક મહિલા દાતરડું લઈને પાલિકાની ટીમે પકડેલા ઢોરને દોરડું કાપીને છોડાવી ગઈ હતી જેમાં એસઆરપીને મહિલા અધિકારી સાથે ન હોવાના કારણે પીછેહટ કરવી પડી હતી, આ પ્રશ્નેના લીધે સ્થાયી ચેરમેન પરેશ પટેલે કહ્યું હતુ કે, માલધારીઓ આવા કિસ્સામાં હરહંમેશ મહિલાને આગળ કરી દેતાં હોય છે. તેથી હવે કમિટીએ મહિલા એસઆરપી પણ સાથે રાખવાનો પણ વિચાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ભય ભગાવવા સૌરાષ્ટ્ર યુનિ.એ ગુજરાતમાં પ્રથમ વખત નવતર પ્રયોગ કર્યો

Back to top button