જુનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું
- મતદારો અને અનામત બેઠકને લઈને ચૂંટણીપંચ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું
- કુલ 60 બેઠકો છે. જ્યારે કુલ અનામત બેઠકો 40 અને બિનઅનામત બેઠકો 20 છે
- જુનાગઢમાં કોઈપણ નજીકના સમયમાં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે
જુનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે 15 વોર્ડના મતદારો અને અનામત બેઠકને લઈને ચૂંટણીપંચ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 15 વોર્ડને લઈને મતદાર-અનામત બેઠકની જાહેરાત કરી છે. જેમાં કુલ 60 બેઠકો છે. જ્યારે કુલ અનામત બેઠકો 40 અને બિનઅનામત બેઠકો 20 છે.
જુનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છેલ્લા ઘણાં સમયથી થઈ નથી
જુનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છેલ્લા ઘણાં સમયથી થઈ નથી, તેવામાં હવે રાજ્યના ચૂંટણીપંચે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વોર્ડના મતદારો અને અનામત બેઠકની જાહેરાત કરી છે, ત્યારે જૂનાગઢમાં કોઈપણ નજીકના સમયમાં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે.
ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું
રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કુલ 15 વોર્ડને લઈને મતદાર-અનામત બેઠકની જાહેરાત કરી છે. જેમાં કુલ 60 બેઠકો છે. જ્યારે કુલ અનામત બેઠકો 40 અને બિનઅનામત બેઠકો 20 છે.