વિધાનસભા ચૂંટણી દરમ્યાન તંત્ર આવ્યું હરકતમાં : હેલ્પ લાઇન નંબર પર તમામ ફરિયાદોનું મળી જશે નિરાકરણ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. તેથી આગામી વિધાનસભા ચૂંટણી માટે તંત્ર દ્વારા સિંગલ વિન્ડો અને રજુઆત અને ફરિયાદ માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યાં છે. ચૂંટણીમાં ઊભી રહેતી તમામ પોલિટિકલ પાર્ટીઓ માટે એક સિંગલ વિન્ડો શરુ કરવામાં આવી છે, જ્યાંથી વિવિધ પાર્ટીઓ સભા અને રેલી માટેની મંજૂરી મેળવી શકશે. આ સાથે જ ઓફિસરનાં ટ્રેનિંગ સેશન્સ અને રિટર્ન ઓફિસરની ટ્રેનિંગ પણ થઈ ગઈ છે.
આ પણ વાંચો : ‘આપ’માંથી વધુ એક નેતાની વિદાય : રાજભા ઝાલા આપી શકે છે રાજીનામું
આચારસંહિતાનું કોઈ ઊલ્લંઘન ન કરે તે માટે તંત્ર સજ્જ થયું
રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઈ છે અને એ આચાર સંહિતાનું કોઈ ઊલ્લંઘન ન કરે તે માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. રાજ્યમાં શુક્રવાર સવારથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. જેના પગલે રાજ્યના કોઇપણ વિસ્તારમાં ચાલતી પાર્ટીની જાહેરાતો તેમજ હોર્ડીંગ વગેરે હોય તો ઉતારી લેવામાં આવ્યા છે . ગુજરાતમાં ચૂંટણી આયોગ દ્વારા અપાયેલી સૂચના અનુસાર, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન આચારસંહિતાનું ચુસ્ત અમલ કરવાનુ રહશે તેમજ જે આચારસંહિતાના અમલનો ભંગ કરશે તેને દંડ પણ કરવામાં આવશે. આ સિવાય ચૂંટણી માટે વિશેષ કંટ્રોલરૂમ પણ શરૂ કરાયા છે અને તેનાં જ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
રજુઆત અને ફરિયાદ માટે હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરાયા
રાજ્યમાં ચૂંટણી માટે ટોલ ફ્રી નંબર 1800 233 2367 નંબર પણ એક્ટિવેટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 1950 ટોલ ફ્રી નંબર પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ નંબર થકી નાગરીકો ચૂંટણીને લગતી તમામ માહિતી મેળવી શકશે અને તેમની કોઈ ફરીયાદ હશે તો એ પણ રજૂઆત કરી શકશે. કોઈ પણ નાગરિકને ચૂંટણી દરમ્યાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની તંત્ર દ્ધારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.