મિશ્ર ઋતુથી આ બે બિમારીના લક્ષણોએ લોકોને મુક્યા મુઝવણમાં !
કોરોનાની સાથે મિશ્ર ઋતુના લીધે રોગચાળો પણ સતત વધી રહ્યો છે. વાયરલ ઈન્ફેક્શન અને કોરોનાના લક્ષણો એક સરખા હોવાથી લોકો મુઝવણમાં મુકાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેને કારણે રાજ્યમાં વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. વાયરલ ઈન્ફેક્શન અને કોરોનાના લક્ષણો સમાન હોવાથી લોકો મુઝવણમાં મુકાઈ રહ્યા છે. તે સાથે જ ગુજરાતમાં ફરી એકવાર બાળકોમાં કોરોનાનો ભય વધી રહ્યો છે. જો વાત કરીએ છેલ્લા ત્રણ દિવસની તો ત્રણ દિવસમાં બે બાળકોએ જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો : IPL 2023ની સિઝન રોમાંચક રહેશે, આ 5 મોટા નિયમો લાગુ થશે
આમ બેવડી ઋતુ કારણે રાજ્યમાં કોરોનાના સાથે વાયરલ ઈન્ફેક્શનમાં પણ વધારો થઈ રહ્યો છે. સામાન્ય તાવ, શરદી થવા પર લોકો ડર અનુભવી રહ્યા છે કે આ લક્ષણો કોરોના છે. તો તેમને કોરોના છે ? તો આવા સમયે તમે ડૉક્ટરની સલાહ લો અને તે અનુસાર દવા લો. સામાન્ય શરદી કે તાવ આવવા પર ઘરેલુ ઉપચાર અને દવા ન લઇને ડૉક્ટર કે નિષ્ણાંતની સલાહ લેવી વધારે સારી છે.
રાજ્યમાં સતત ત્રીજી દિવસે કોરોનાના કેસની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરુવારના સાંજના 5 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ 143 કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 36 તાલુકામાં વરસાદ, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
જેમાં સુરતમાં 10 માર્ચના રોજ એક દર્દીનું મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરુચના ઝઘડિયામાં કોરોનાના કારણે 81 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. તે પછી 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત અને 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષીય બાળકીનું મોત થયુ હતું. માત્ર અમદાવાદમાં જ 143 કેસના વધારા એક્ટિવ કેસની સંખ્યા 1179ને પાર પહોંચ્યા છે.