12 ડિસેમ્બરે યોજાશે નવી સરકારની શપથ વિધિ, આ પહેલાં ભુપેન્દ્ર સરકારનું રાજીનામું
ગુજરાત વિધાનસભાની બંન્ને તબક્કાની ચૂંટણીનું પરિણામ ગઇ કાલે આવી ગયું છે. જેમા ભાજપે પ્રચંડ જીત મેળવી છે. ગુજરાતમાં કમળ ખીલવાનો પાર્ટીને પુરેપુરો વિશ્વાસ હતો જેથી પાર્ટી દ્વારા જીત પછીની અમુક તૈયારીઓ અગાઉ જ કરી લીધી હતી. ગુજરાતમાં હવે નવી સરકાર રચાશે. ગઇ કાલે ગુજરાતમાં જીતની ઘોષણા થયા બાદ નવી સરકારની શપથ વિધિ માટેની ઘોષણા પણ કરી દેવામા આવી હતી. ગુજરાતમાં ભાજપના ભવ્ય જીતના પરચમ લહેરાવનાર સી આર પાટીલે જાહેરાત કરી હતી કે, 12 ડિસેમ્બરે સોમવારે ગાંધીનગરમાં બપોરે 2 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. ત્યારે હવે ભાજપે જીત બાદ શપથ વિધિની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ શપથ વિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શપથ વિધીમાં ઉપસ્થિત રહેશે.
હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથ વિધિ માટેની ગતિવિધિ શરૂ
મહત્વનું છે કે 12 મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથ વિધિ સમારોહ યોજાવાનો છે. નવી સરકારની શપથવિધિની જાહેરાત થયા બાદ તેના માટેની તડામાર તૈયારીઓ થઈ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથ વિધિ માટેની ગતિવિધિ શરૂ થઈ છે. GADના અધિકારીઓ દ્વારા શપથવિધિ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથ વિધી સમારોહ માટે ત્રણ સ્ટેજ બનશે જેમાં વચ્ચેના સ્ટેજ પર શપથ વિધિ થશે. બાકી બે સ્ટેજ પૈકી એકમાં ભાજપના કેન્દ્રીય નેતાઓ અને એક સ્ટેજ પર સંતો મહંતો હાજર રહેશે.
શપથવિધિ પહેલા જુના મંત્રીમંડળના સભ્યોનું રાજીનામું
ચૂંટણીના પરિણામ બાદ હવે જુની સરકારનું વિસર્જન કરી નવી સરકારની રચના કરવામાં આવશે, જેના માટેની તૈયારીઓ તેજ થઇ ચૂકી છે. હવે જુની વિધાનસભાનુ વિસર્જન કરી નવી સરકાર રચાશે. વર્તમાન વિધાનસભાના સભ્યોનો કાર્યકાળ જાન્યુઆરી સુધી છે જેથી 12 ડિસેમ્બર પહેલા મુખ્ય પ્રધાન અને તેમની કેબિનેટ રાજીનામા આપશે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવા જઇ રહ્યા છે. આજે જૂની વિધાનસભાનું વિસર્જન થશે અને 12મી ગુજરાતમાં નવી સરકાર શપથવિધિ કરશે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના કેબિનેટ રાજીનામું વિધાનસભા અધ્યક્ષ નીમા બેન આચાર્ય સોંપશે અને નવી સરકાર બનાવવા અંગે તૈયારીઓ શરૂ કરશે.
આ પણ વાંચો :શું કોંગ્રેસ હવે વિપક્ષના પદ પર રહેશે કે નહી ?, જાણો સંસદમાં શું છે નિયમ
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની વિધાનસભાની બિલ્ડિંગ પાછળના ભાગે ભવ્ય શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવી છે. અને નવી સરકાર બનાવવા અંગે પણ ભાજપે કવાયત હાથધરી છે હવે ચૂંટાયેલા પ્રતિનિધ માંથી કોણ- કોણ ખાતા ફાળવામાં આવશે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહી ચુક્યા છે મુખ્યમંત્રી તો ભૂપેન્દ્ર પટેલ જ રહેશે આ જોવાનું એ રહ્યું કયા કયા નવા મંત્રીઓ આ કેબિનેટ બેઠકમાં સમાવમાં આવે છે તે હવે આગામી 12 તારીખ ખબર પડશે.