આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની વ્યવસ્થા અંગે સુપ્રીમ કોર્ટ સોમવારે (11 નવેમ્બર) પોતાનો ચુકાદો સંભળાવશે. શાળા-કોલેજોમાં એડમિશન, તેમજ સરકારી નોકરીઓમાં આપવામાં આવેલ 10 ટકા અનામત યથાવત રહેશે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે. EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30 થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવશે.
શુ છે EWS અને તેનો સમગ્ર મામલો?
સંસદમાં 103મો બંધારણીય ઠરાવ પસાર કરીને આર્થીક રીતે નબળા સામાન્ય વર્ગના લોકો માટે નોકરી અને શક્ષણમાં 10 ટકા અનામતની વ્યવસ્થા બનાવી છે. ત્યારે ઘણા અરજદારોએ તેને બંધારણની વિરુદ્ધ ગણાવીને સુપ્રીમ કોર્ટમાં પડકાક કર્યો હતો. જેના પર સુનવાણી હાથ ધરવામાં આવી રહી છે.
અરજદારોની આ હતી દલિલ
અરજીકર્તાઓએ દલીલ કરી છે કે અનામતનો હેતુ સામાજિક રીતે ભેદભાવ ધરાવતા વર્ગના ઉત્થાનનો હતો, તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ હતુ કે EWS જાતીના આધારે દેશને વિભાજીત કરી રહ્યો છે અને જો આ આર્થીકલ રીતે નબડા અને ગરીબ વર્ગ માટે છે તો ગરીબીના આધારે SC, ST, અને OBCને પણ તેમાં સ્થાન મળવું જોઈએ. EWS ક્વોટા સામે દલીલ કરતાં એવું કહેવામાં આવ્યું હતું કે તે 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન છે.
સરકારે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે
બીજી તરફ, સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે EWS વિભાગને સમાનતાનો દરજ્જો આપવા માટે આ સિસ્ટમ જરૂરી છે. કેન્દ્ર સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે આ સિસ્ટમને કારણે અનામતની બહાર રહેલા અન્ય વર્ગને કોઈ નુકસાન નથી. વળી, જે 50 ટકા મર્યાદા કહેવામાં આવી રહી છે તે બંધારણીય વ્યવસ્થા નથી, તે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આવી છે, તેથી એવું નથી કે તેનાથી આગળ અનામત આપી શકાય નહીં.
આજે આ અંગે જજોની બેન્ચ ચુકાદો સંભળાવશે
સુપ્રીમ કોર્ટે આ મામલામાં પક્ષ અને વિપક્ષની તમામ દલીલો સાત દિવસ સુધી સાંભળી અને 27 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો. સોમવારે સવારે 10.30 વાગ્યે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. ચીફ જસ્ટિસ 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. આ પહેલા ચીફ જસ્ટિસની બેંચ ચુકાદો સંભળાવી શકે છે. મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત આ બેન્ચમાં એસ રવિન્દ્ર ભટ, દિનેશ મહેશ્વરી, જેબી પારડીવાલા અને બેલા એમ ત્રિવેદીનો સમાવેશ થાય છે.