એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલબિઝનેસસ્પોર્ટસ

Byju’sને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે BCCI સાથે સેટલમેંટના આદેશ પર સ્ટે મૂક્યો

  • સુપ્રીમ કોર્ટે અમેરિકન ધિરાણકર્તા ગ્લાસ ટ્રસ્ટ કંપનીની અરજી પર Byju’sને નોટિસ પણ જારી 

નવી દિલ્હી, 14 ઓગષ્ટઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી એજ્યુટેક કંપની Byju’sને આજે બુધવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે BCCI સાથે Byju’sના રૂ. 158.9 કરોડના લેણાંની પતાવટને મંજૂરી આપતા ઇન્સોલ્વન્સી એપેલેટ ટ્રિબ્યુનલના આદેશ પર રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે Byju’s સામે નાદારીની કાર્યવાહીને રદ કરતા નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના આદેશ પર સ્ટે આપ્યો છે. આ સાથે NCLATના નિર્ણય વિરુદ્ધ અમેરિકન ધિરાણકર્તા ગ્લાસ ટ્રસ્ટ કંપનીની અરજી પર કોર્ટે Byju’sને નોટિસ જારી કરી છે. આ ઉપરાંત કોર્ટે BCCIને Byju’s પાસેથી કરાર હેઠળ મળેલા 158.9 કરોડ રૂપિયા અલગ ખાતામાં રાખવાનો નિર્દેશ પણ આપ્યો છે.

2 ઓગસ્ટના રોજ, NCLATએ BCCI સાથે Byju’sના રૂ. 158.9 કરોડના બાકી સેટલમેન્ટને મંજૂરી આપી હતી. ઓથોરિટીએ Byju’s સામેની નાદારીની કાર્યવાહીને પણ રદ કરી દીધી હતી, જેના કારણે Byju’s રવિન્દ્રન ફરી એકવાર કંપની પર નિયંત્રણ સ્થાપિત કરે તેવી શક્યતાઓ ઊભી થઈ હતી.

કેવિયેટ દાખલ કરવામાં આવી 

તાજેતરમાં Byju’s રવીન્દ્રને ઇન્સોલ્વન્સી એપેલેટ ટ્રિબ્યુનલ ‘NCLAT’ દ્વારા પસાર કરાયેલા આદેશના વિરોધમાં ગ્લાસ ટ્રસ્ટ કંપની LLC સામે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. આ કેવિયેટ 3 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં એવી વિનંતી કરવામાં આવી છે કે, અમેરિકન ધિરાણકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટ કોઈ આદેશ પસાર કરે તે પહેલાં, તેમની(Byju’s) બાજુ પણ સાંભળવામાં આવે. ‘કેવિએટ’ અરજી એક અરજદાર દ્વારા દાખલ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કે તેમનો પક્ષ સાંભળ્યા વિના તેમની વિરુદ્ધ કોઈ આદેશ પસાર ન થાય.

અમેરિકન કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો

અગાઉ, Byju’sએ કહ્યું હતું કે, US કોર્ટે BCCI સાથેના કરાર પર કામચલાઉ સ્ટે મૂકવાની GLAS ટ્રસ્ટ કંપનીની અરજીને ફગાવી દીધી છે. GLASએ NCLAT સમક્ષ BCCI સાથેના કરારનો પણ વિરોધ કર્યો હતો અને આરોપ મૂક્યો હતો કે, રિજુ રવિેન્દ્રન દ્વારા ચૂકવવામાં આવેલી રકમ ‘રાઉન્ડ-ટ્રીપિંગ’નો મામલો છે.

આ પણ જૂઓ: ઇલોન મસ્કનું ‘X’ ફરી એકવાર થયું ડાઉન, વિશ્વભરના વપરાશકર્તાઓ થયા પરેશાન

Back to top button