સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ પાસેથી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરાવવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ મામલે દખલ નહીં કરે. તે કોર્ટનો મામલો નથી. આ ટિપ્પણી બાદ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે નવા સંસદભવન મામલે કરાયેલ અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે સંસદ ભવનના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનને લઈને ચાલી રહેલા વિવાદ સાથે સંબંધિત જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર ખુદ સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી હતી. આવી અરજીઓ પર ધ્યાન આપવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી. કોર્ટે પૂછ્યું કે આ અરજીથી કોને ફાયદો થશે? આ અંગે અરજદાર ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા.
રાષ્ટ્રપતિ પાસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની હતી માંગ
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જેકે મહેશ્વરીની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી હતી. આવી અરજીઓ પર ધ્યાન આપવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી.કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. અને દેશના બંધારણીય વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ જ વડાપ્રધાનની નિમણૂક કરે છે. તમામ મોટા નિર્ણયો પણ રાષ્ટ્રપતિના નામે જ લેવામાં આવે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કલમ 85 હેઠળ માત્ર રાષ્ટ્રપતિ જ સંસદનું સત્ર બોલાવે છે.બંધારણના અનુચ્છેદ 79 મુજબ રાષ્ટ્રપતિ પણ સંસદનો આવશ્યક ભાગ છે. તેમના હસ્તે ઉદ્ઘાટન ન કરવાનો લોકસભા સચિવાલય દ્વારા લેવાયેલો નિર્ણય ખોટો છે.
આ પણ વાંચો : વડોદરા: ધો. 10ના પરિણામ સામે વિદ્યાર્થીની જિંદગી હારી ગઇ, નાપાસ થતા ભર્યું અંતિમ પગલું