ટોપ ન્યૂઝનેશનલ

બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને છોડવા મુદ્દેની અરજીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી

Text To Speech

ગુજરાતના સૌથી ચકચારી મચાવનાર બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી જવાબ છે. બિલ્કિસ બાનો કેસના દોષિતોની મુક્તિ સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી છે. આ કેસની આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે દોષિતોને તેમનો પક્ષ જણાવવાના પણ નિર્દેશ આપ્યો હતો અને 11 દોષિતોને મુક્ત કરવા પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. સામાજિક કાર્યકર સુભાશિની અલી સહિત ચાર લોકોએ આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સવાલ એ છે કે શું દોષિતો ગુજરાતના નિયમો હેઠળ મુક્તિ મળવા પાત્ર છે કે નહીં? અમારે જોવું પડશે કે છૂટ આપતી વખતે આને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે નહીં.+

આ પણ વાંચો : બિલકીસ બાનો કેસને લઈ ભાજપ પર વરસ્યા રાહુલ

શું હતી ઘટના ?

ગુજરાતના ગોધરામાં 2002માં રમખાણો બાદ બિલ્કિસ બાનો પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તેના પરિવારના સાત લોકોની હત્યા પણ કરી દેવામાં આવી હતી. આ મામલામાં 2008માં 11 દોષિતોને ઉંમરકેદની સજા સંભળાવાઇ હતી. આ દોષિતોમાંથી એક દોષિતે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે મુક્તિ માટેનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડી દીધો હતો. ગુજરાત સરકારે આ માટેનો નિર્ણય લેવા માટે એક કમિટી બનાવી હતી. આ કમિટીના રિપોર્ટ પર તમામ દોષિતોને છોડી મુકવામાં આવ્યા હતા.

Back to top button