મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આપ્યા જામીન
- જયસુખ પટેલ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા
- ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 135 લોકોના મૃત્યુ થયા હતા
- જયસુખ પટેલ છેલ્લા 400 જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહ્યા હતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા છે. જેમાં આરોપી જયસુખ પટેલના શરતી જામીન મંજૂર થયા છે. ઉલ્લેખનીય છે કે ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 135 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં હવે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ મુદ્દે જયસુખ પટેલને રાહત મળી છે.
આ પણ વાંચો: ગૃહિણીઓના બજેટ પર વધુ એક માર પડ્યો, સીંગ તથા કપાસિયા તેલના ભાવમાં વધારો
સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ મુદ્દે જયસુખ પટેલ છેલ્લા 400 જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહ્યા હતા. જેમાં હવે આજે આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. જયસુખ પટેલ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા.
આ પણ વાંચો: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ UN મહેતા જેવી જ હ્યદય રોગની સારવાર મળી રહેશે
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના વિશે જાણો
વર્ષ 2022માં દિવાળીના તહેવારોમાં 30 ઓક્ટોબરની સાંજે બનેલી મોરબી બ્રિજ દુર્ઘટનામાં બાળકો-મહિલાઓ સહિત 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કેસમાં પહેલેથી જ પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે. સાંજે 6.30 કલાકે બનેલી દુર્ઘટના બાદ ભોગ બનનારાઓને બચાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ માત્ર પોણા બે કલાકમાં પોલીસે આરોપીઓના નામ-ઠામ વિનાની FIR રાતે 8.15 કલાકે નોંધી દીધી. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રકાશ અંબારામભાઈ દેકાવાડીયાએ રેસ્કયુ ઓપરેશનની વચ્ચે ફરિયાદ કરતા અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાએ તપાસની સાથે-સાથે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. પોલીસે સિક્યુરિટી ગાર્ડસ, ટિકિટ બુકિંગ કલાર્ક અને મેનેજર સહિત 9ની ધરપકડ કરી હતી. ત્રણ મહિના બાદ જાન્યુઆરી-2023ના અંતમાં જયસુખ પટેલ અદાલત સમક્ષ હાજર થતાં ધરપકડનો આંક 10 પર પહોંચ્યો હતો. હજાર કરોડના આસામી અને ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ 13 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યાં હતા અને આજે જામીન મળ્યા છે.