ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ગંભીર બીમારીમાંથી બહાર આવી આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ‘લિયોનેલ મેસ્સી’ની સંઘર્ષભરી સફર !

FIFA વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની ટીમને ચેમ્પિયન બનાવનાર લિયોનેલ મેસ્સી તેનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો હતો અને ફાઈનલ મેચમાં તેણે પોતાની ટીમને જીતાડી તેનું વિશ્વ વિજેતા બનવાનુ સપનુ સાકાર કર્યુ છે. અત્યારે મેસ્સીની ગણતરી વિશ્વના મહાન ફૂટબોલ ખેલાડીઓમાં થાય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે મેસ્સીએ પોતે પણ વિચાર્યું ન હતું કે તે ફૂટબોલની દુનિયામાં આટલું મોટું નામ કમાઈ જશે. તેણે આ સ્ટેજ પર પહોંચવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કર્યો છે.

આ પણ વાંચો : આર્જેન્ટિનાની જીતથી ભારતમાં જશ્નનો માહોલ, જ્યારે ફ્રાન્સમાં લોકોએ કર્યુ વિરોધ પ્રદર્શન

Messi - Hum Dekhenge News
Journey of Lionel Messi – Messi with his Mother

પિતા કારખાનામાં કામ કરતા, માતા સફાઈકામદાર હતા 

વર્ષ 1987માં મેસ્સીનો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતા કારખાનામાં કામ કરતા હતા અને માતા ક્લીનર તરીકે કામ કરતા હતા. મેસ્સીના પિતા ફૂટબોલ ક્લબમાં કોચ હતા. તેથી ફૂટબોલ મેસ્સીના લોહીમાં હતું. માત્ર પાંચ વર્ષની ઉંમરે મેસ્સી એક ફૂટબોલ ક્લબમાં જોડાયો હતો. તેણે ત્યાં રમતની મૂળભૂત બાબતો શીખી હતી. ત્યારબાદ આઠ વર્ષની ઉંમરે મેસ્સી નેવેલ ઓલ્ડ બોયઝ ક્લબમાં જોડાયો હતો.

Messi - Hum Dekhenge News
Journey of Lionel Messi – Messi with his Mother

ગંભીર બીમારીમાંથી બહાર આવી ચેમ્પિયન બન્યો 

જ્યારે તેને ગ્રોથ હોર્મોનની ઉણપ હોવાનું સામે આવ્યું ત્યારે મેસ્સી ફૂટબોલની દુનિયામાં પોતાની કારર્કિદી જોઈ રહ્યો હતો. આ એવો રોગથી પીડિત બાળકોનો શારીરિક વિકાસ અટકી જાય છે અને તેઓ વામન રહી છે. મેસ્સીએ ફૂટબોલની દુનિયામાં પોતાની ઝલક દેખાડી હતી. મેસ્સીની બીમારી વિશે જાણીને તેનો પરિવાર ચિંતિત થઈ ગયો હતો. દરમિયાન, બાર્સેલોનાએ યુવા ફૂટબોલ ખેલાડીઓ માટે ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો અને તેમાં મેસ્સીની પસંદગી કરવામાં આવી. આ પછી બાર્સેલોનાએ મેસ્સીની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો અને તેને આ બીમારીની અસર થઈ ન હતી. મેસ્સીએ વ્યાવસાયિક ફૂટબોલમાં પગ મૂક્યો હતો, પરંતુ તેને યુરોપમાં સ્થાયી થતાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો. તે આર્જેન્ટિનાની B ટીમનો ભાગ બન્યો અને લગભગ દરેક મેચમાં એક ગોલ કર્યો. મેસ્સી 14 વર્ષ સુધી આ ટીમ સાથે રહ્યો.

Messi - Hum Dekhenge News
Journey of Lionel Messi – Messi Debut

17 વર્ષની ઉંમરે બાર્સેલોના તરફથી ડેબ્યૂ

મેસ્સીએ 17 વર્ષની ઉંમરે બાર્સેલોના તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેણે 2004માં ડેબ્યૂ કર્યું અને ક્લબ માટે રમનાર ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો. મે 2005 માં, મેસ્સીએ બાર્સેલોનાની મુખ્ય ટીમ માટે તેનો પ્રથમ ગોલ કર્યો. જૂનમાં તેણે બાર્સેલોના સાથે વરિષ્ઠ ખેલાડી તરીકે કરાર કર્યો અને ત્યારથી તેણે પાછું વળીને જોયું નથી. મેસ્સી અત્યાર સુધીમાં 7 વખત બેલોન ડી’ઓર, 6 વખત યુરોપિયન ગોલ્ડન શુઝના એવોર્ડસ્ બાર્સેલોના માટે 35 વખત ખિતાબ જીતી ચૂક્યો છે. તેણે લા લીગામાં 474 ગોલ કર્યા છે. તેણે બાર્સેલોના માટે 672 ગોલ કર્યા છે.

Messi - Hum Dekhenge News
Journey of Lionel Messi – Messi Childhood

2021માં બાર્સેલોનાથી અલગ થયો

મેસ્સી પ્રથમ વખત 2006ના વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો. ત્યારથી, તેણે સૌથી વધુ 26 વર્લ્ડ કપ મેચ રમી છે. આ દરમિયાન તેણે આર્જેન્ટિના માટે સૌથી વધુ 13 ગોલ કર્યા છે. મેસ્સીએ 22 વર્ષની ઉંમરે પ્રથમ બેલોન ડી’ઓર ખિતાબ જીત્યો હતો. વર્ષ 2021માં તે બાર્સેલોનાથી અલગ થઈ ગયો હતો.

Messi - Hum Dekhenge News
Journey of Lionel Messi – FIFA WC FINAL

આખરે વર્લ્ડ કપ જીતવાની ઈચ્છા પૂરી થઈ

2008 માં, મેસ્સીએ બેઇજિંગ ઓલિમ્પિકમાં આર્જેન્ટિનાને ગોલ્ડ અપાવ્યો હતો. જોકે, 2010ના વર્લ્ડ કપમાં તે કોઈ ગોલ કરી શક્યો નહોતો અને તેની ટીમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. 2014માં તેની ટીમ જર્મની સામે ફાઇનલમાં હારી ગઈ હતી અને મેસ્સીની આંખમાં આંસુ આવી ગયા હતા. મેસ્સીની છેલ્લી ઈચ્છા વર્લ્ડ કપ જીતવાની હતી, જે તેણે વર્ષ 2022માં પૂરી કરી.

Back to top button