AMC માં વિપક્ષ નેતા બનવા ખેંચતાણ શરૂ
ગુજરાત કોંગ્રેસમાં વિવાદ થવો એ નવી વાત નથી ત્યારે આવતી કાલે AMC ના વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ની એક વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે અમદાવાદ કોંગ્રેસમાં વિરોધનાં વંટોળ શરૂ થઈ ગયા છે. અગાઉ જામનગરમાં કોંગ્રેસના વિપક્ષ નેતા બદલાયા હતા, હવે અમદાવાદમાં પણ વિપક્ષના નેતા બદલાવ માંગ ઊભી થઈ છે.
આ પણ વાંચો : પાલનપુર: દિયોદરમાંથી 421 રીલ પ્રતિબંધીત ચાઈનીઝ દોરી ઝડપાઈ
શહેઝાદ ખાન પઠાણની વિપક્ષ નેતા તરીકે આવતીકાલે એક વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે હવે નવા વિપક્ષના નેતા બનવા માટે અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનસીપલ કોર્પોરેશનની ચૂંટણી 2021 માં ભાજપ ના 160 અને કોંગ્રેસના 24 કોર્પોરેટરો ચુંટાઈને આવ્યા હતા. આ ચુંટણીમાં ગણા લાંબા સમય બાદ કોંગ્રેસ ધ્વારા વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ પઠાણને બનાવવામાં આવ્યા હતા. તે વખતે પણ કોંગ્રેસના કોર્પોરેટરોમાં ભારે રોષ થયો હતો બાદમાં સિનિયર નેતાઓએ તેમના વચ્ચે સમાધાન કરાયું હતું અને વિપક્ષના નેતા તરીકે એક-એક વર્ષ માટે કોઈપણ કોર્પોરેટરને મૂકવામાં આવશે તેવી લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુજરાતને નવા ડીજીપી મળે તે પહેલા IPS અધિકારીઓના પ્રમોશનના એંધાણ
ઉલ્લેખનીય છે કે આવતી કાલે તે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના 10 કોર્પોરેટરોની એક ખાનગી બેઠક મળી હતી અને વિપક્ષના નેતા બદલવાની માંગ આ બેઠકમાં ઉઠી હતી તેવી સૂત્રો ધ્વારા માહિતી મળી છે.