અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા, લોકોમાં અફરાતફરી મચી ગઈ
અફઘાનિસ્તાનમાં રવિવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના આંચકાની અસર વધુ જોવા મળી હતી. ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
Earthquake of Magnitude 4.3 hits Fayzabad in Afghanistan: National Center for Seismology
— ANI (@ANI) April 2, 2023
આ પહેલા 29 માર્ચે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. તે દરમિયાન પણ ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. આના એક અઠવાડિયા પહેલા 22 માર્ચે અફઘાનિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે મોટુ નુકશાન થયું હતું. આ ભૂકંપના કારણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 250 લોકો ઘાયલ થયા છે.
દર વર્ષે લગભગ 20 હજાર ભૂકંપ આવે છે
એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં દર વર્ષે લગભગ 20 હજાર ભૂકંપ આવે છે, પરંતુ તેની તીવ્રતા એટલી વધારે નથી કે લોકોને ભારે નુકસાન સહન કરવું પડે. જણાવી દઈએ કે રવિવારે જ મધ્યપ્રદેશના જબલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધવામાં આવી હતી. પચમઢીથી 218 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ પણ વાંચો : ખાલિસ્તાની સંગઠન SFJની આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાને ખુલ્લી ધમકી