ગુજરાત
ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી, નર્મદાના કેવડિયામાં આવ્યો ભૂકંપ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભૂકંપના નાના નાના આંચકાઓનો લોકો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે.
આ પણ વાંચો : જમીન મકાન માટે થતી પ્રીવેલ્યુએસનની પ્રક્રિયા હવેથી ઓનાલાઈન
આજે મંગળવારે બપોરના સમયે 3.40 કલાકે નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એટલું જ નહીં પણ કેવડિયાથી પાંચ કિલોમીટર દૂર સુધી ધરા ધ્રુજ્યાનો અનુભવ લોકોએ કર્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. કેવડિયાથી 5 કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 3.40 મિનિટે ભૂકંપનો અનુભવ થયો હતો.