ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ભાજપમાં રાજીનામાંનો સિલસિલો યથાવત, ધારાસભ્ય કેયુર રોકડિયાનું મેયર પદ પરથી રાજીનામું

Text To Speech

થોડા સમય પહેલા રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે ડે. મેયરના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હવે વડોદરાના ભાજપના ધારાસભ્ય કેયુંર રોકડિયાએ પણ મેયર પદ પરથી રાજીનામું આપ્યું છે. ભાજપ દ્વારા એક વ્યક્તિ એક હોદ્દાનો અમલ કરાતો હોવાથી નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ તેમણે રાજીનામું સેક્રેટરીને સુપરત કર્યું હતું

કેયુર રોકડીયાનું મેયર પદ પરથી રાજીનામું

રાજકોટ મહિલા ધારાસભ્ય અને ડેપ્યુટી મેટર ડો. દર્શિતા શાહ દ્વારા રાજીનામું આપ્યા બાદ હવે વડોદરાના મેયર કેયુર રોકડીયાએ પણ મેયર પદ પરથી રાજીનામું આપ્યું છે.  વડોદરાના મેયર તરીકે ધારાસભ્ય કેયુર રોકડિયા પદભાર સંભાળી રહ્યા હતા પરંતુ પક્ષના આદેશથી  તેઓએ મેયરપદ પરથી રાજીનામું તેઓએ મેયરપદેથી રાજીનામુ આપ્યું છે અને તેઓ કોર્પોરેટર પદે યથાવત રહેશે.

કેયુર રોકડિયાનું રાજીનામુ-humdekhengenews

એક વ્યક્તિ એક પદના મુજબ આપ્યું રાજીનામું

ભાજપ દ્વારા એક વ્યક્તિ એક પદના સુત્રના અમલીકરણ પર જોર મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત એક વ્યક્તિ એક પદના ભાજપમાં નિયમ અનુસાર વડોદરાના મેયર કેયુર રોકડિયાએ રાજીનામું આપ્યું છે. કેયુર રોકડિયા વડોદરાના મેયર બન્યા બાદ તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા, અને જીત્યા હતા. કેયુર રોકડિયાના રાજીનામાં બાદ હવે સંસ્કારી નગરી વડોદરાને નવા મેયર મળશે. આ અંગે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર જાહેરાત કરશે.

આ  પણ વાંચો : હાર્દિક પટેલ હવે પોતાની જ સરકાર સામે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે !

Back to top button