કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત્, અત્યાર સુધી 150થી વધુ પેકેટ જપ્ત કરાયા
- ગુજરાતનો 1600 કિલોમીટર સુધીનો લાંબો દરિયાકિનારો છે
- આ દરિયો કિનારો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બની ગયો છે
- હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા
કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં વધુ 10 પેકેટ મળી આવ્યા છે. તેથી દરિયામાં તરતા ડ્રગ્સથી અનેક સવાલો ઉભા થયા છે. BSFને પેટ્રોલિંગ દરમિયાન જખૌ પાસેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. તેમાં અત્યાર સુધી જખૌ વિસ્તારમાંથી 150થી વધુ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતની આ મેડિકલ કોલેજની કેન્ટીનના ભોજનમાં મૃત ગરોળી નીકળી
હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા
ગુજરાતનો 1600 કિલોમીટર સુધીનો લાંબો દરિયાકિનારો છે. ત્યારે, આ દરિયો કિનારો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બની ગયો છે. કારણ કે વારંવાર અહીંથી માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને બોટ સાથે ઝડપી કરોડો રૂપિયાનું ડ્રગ્સ શોધી લેવામાં ATS અને કોસ્ટગાર્ડને સફળતા મળી છે. સાથે હવે બિનવારસી ડ્રગ્સ પણ મળી આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસ દરમ્યાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યું છે જેમાં ચરસના 1 કિલોના એક એવા 151 પેકેટનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 50 લાખ છે. જ્યારે મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત 5 કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે.
BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂ.150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ
તાજેતરમાં જ BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂ.150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ. જેમાં જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા. ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા જેમાં છેલ્લા એક સપ્તાહમાં BSFએ 150થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્સ માફિયાઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. કારણ કે વારંવાર ગુજરાના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે.