ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

ક્રિકેટના ઈતિહાસની સૌથી વિચિત્ર ફિલ્ડિંગ પોઝિશન: અમ્પાયર પણ ચોંકી ગયા, જૂઓ વીડિયો

Text To Speech
  • શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટમાં માર્નસ લાબુશેને અલગ પ્રકારની ફિલ્ડિંગ પોઝિશન ગોઠવી

HD ન્યૂઝ ડેસ્ક, 9 ઓકટોબર: ક્રિકેટના મેદાન પર કેટલીક એવી ઘટનાઓ બને છે, જેને જોઈને કોઈ પણ પોતાનું હસવું રોકી શકતું નથી. હવે શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટમાં કંઈક આવું જ થયું છે, જ્યાં એક અલગ પ્રકારની વિચિત્ર ફિલ્ડિંગ પોઝિશન જોવા મળી છે, આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હકીકતમાં, બોલિંગ દરમિયાન, ક્વીન્સલેન્ડના કેપ્ટન માર્નસ લાબુશેને પોતાના માટે એક એવી જગ્યા પર ફીલ્ડર ઉભા કર્યો જ્યાં ખેલાડીઓ સામાન્ય રીતે ઉભા રહેતા નથી. લાબુશેને બોલરોની રનર અપ લેવા માટેની જગ્યાએ એક ખેલાડીને ઊભો રાખ્યો હતો. આ જોઈને અમ્પાયરો પણ ચોંકી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લાબુશેનનું આ પરાક્રમ જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જૂઓ આ વીડિયો

 

ભારત સામે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરીઝ

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં જ્યારે લાબુશેન બોલિંગ કરવા આવ્યો ત્યારે તેણે ફિલ્ડિંગને અલગ રીતે ગોઠવી હતી. ઉલ્લેખનીય છે કે, લાબુશેન ભારત સામેની ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમતા જોવા મળશે. ભારતીય ટીમ નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે.

બીજી ટેસ્ટ મેચ 6થી 10 ડિસેમ્બર વચ્ચે એડિલેડમાં રમાશે. તે જ સમયે, શ્રેણીની ત્રીજી મેચ 14થી 18 ડિસેમ્બરની વચ્ચે બ્રિસ્બેનમાં રમાશે. શ્રેણીની ચોથી મેચ મેલબોર્નમાં 26થી 30 ડિસેમ્બર દરમિયાન રમાશે, જ્યારે શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચ સિડનીમાં 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે.

આ પણ જૂઓ: ભારત પ્રવાસ માટે ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમની જાહેરાત: અનકેપ્ડ ખેલાડીની અચાનક એન્ટ્રી

Back to top button