ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ
શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ ખુલતાની સાથે 500થી વધુ પોઈન્ટનો કડાકો


મુંબઈ, 17 ફેબ્રુઆરી : શેર બજારમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેર બજાર ખુલતાની સાથે જ હંગામો મચી ગયો છે. BSE સેન્સેક્સ 608.83 પોઈન્ટ ઘટીને 75,330.38 પોઈન્ટ પર પહોંચ્યો છે. એ જ રીતે NSE નિફ્ટી 194.50 પોઈન્ટ ઘટીને 22,734.75 પોઈન્ટ પર પહોંચ્યો છે.
આ રીતે બજારે તેનો 23,800નો મહત્વનો ટેકો તોડી નાખ્યો છે. ઘટતા શેરો પર નજર કરીએ તો મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એનટીપીસી, ઝોમેટો, ટીસીએસ, ઈન્ફોસિસ વગેરેમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારના તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :- કામના સ્થળે ઉપરી દ્વારા અપાતો ઠપકો ગુનાહિત પ્રવૃત્તિ નહીં, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, જાણો કેસ