શેરબજાર આજે તેજી સાથે ખૂલ્યું, પરંતુ paytmના શેરમાં આવ્યો 20% નો ઘટાડો
નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા અને પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી તરીકે છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ વચગાળાનું બજેટ ચૂંટણી વર્ષમાં રજૂ કરવામાં આવશે. સાથે જ, નિર્મલા સીતારમણનું પણ આ પહેલું વચગાળાનું બજેટ છે. સંસદમાં બજેટ રજૂ થાય તે પહેલા જ શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇંડેક્સ પર લીલા નિશાનમાં ટ્રેડ થતાં જોવા મળ્યા છે. જ્યારે Paytmના શેરમાં 20% નો ઘટાડો જોવા મળ્યો હતો.
બજેટ પહેલા કયા શેરોમાં શેરબજારમાં ઉછાળો જોવા મળી શકે છે. એવા ઘણા શેરો છે જે છેલ્લા બજેટથી મલ્ટિબેગર બની ગયા છે. તેમાં IRFC, સુઝલોન એનર્જી, IRCON, RVAL જેવા શેરનો સમાવેશ થાય છે. કેન્દ્રીય બજેટ 2023 થી, BSE ટોપ-500 શેરોમાંથી લગભગ 17 ટકા મલ્ટિબેગર બની ગયા છે. રેલ્વે, ડિફેન્સ, ગ્રીન એનર્જી, પીએસયુ અને હાઉસિંગ જેવા ક્ષેત્રોના ઘણા શેરો સરકારી મૂડીરોકાણ અને ‘મેક ઇન ઈન્ડિયા’ જેવી પહેલને કારણે મલ્ટિબેગર્સ બન્યા છે.
બજાર તેજી સાથે ખુલ્યું
બજેટના દિવસે શેરબજારની શરૂઆત ઇંડેક્સ પણ લીલા નિશાન સાથે થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. BSE સેન્સેક્સ 40 પોઈન્ટ વધીને 71,998.78 પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટીએ 21780 ના સ્તરે શરૂઆત કરી. માર્કેટમાં ધીમી શરૂઆત બાદ બજાર ખુલતાની સાથે જ Paytmના શેર ક્રેશ થઈ ગયા. આરબીઆઈ દ્વારા પેટીએમની બેંકિંગ સેવાઓ પર પ્રતિબંધ લગવાતા Paytmના શેરમાં 20% નો ઘટાડો જોવા મળ્યો.
Paytm પર RBIની કાર્યવાહીની અસર
ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી દિગ્ગજ કંપની Paytmને બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મોટો ફટકો પડ્યો છે. આરબીઆઈએ કંપની પર નવા ગ્રાહકો ઉમેરવા માટે પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક PPBL માં જોડાઈ શકશે નહીં. પેટીએમ પેમેન્ટ બેંકમાં નવા ગ્રાહકો ઉમેરવા પર નિયંત્રણ લાદવાની સાથે આરબીઆઈએ એક આદેશ પણ જારી કર્યો છે કે પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહકને ખાતા, વૉલેટ અને ફાસ્ટેગમાં ડિપોઝિટ/ટોપ-અપ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
બેંકના ગ્રાહકો દ્વારા બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, FASTag, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સહિત તેમના ખાતામાંથી બેલેન્સ ઉપાડવા અથવા વાપરવાની મંજૂરી કોઈપણ પ્રતિબંધ વગર આપવામાં આવશે. એટલે કે, આરબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સેવિંગ્સ બેંક એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ અને ફાસ્ટેગમાં પહેલાથી જમા કરાયેલી રકમ કોઈપણ પ્રતિબંધ વગર ઉપાડી અથવા તેનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત, આરબીઆઈએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.
ગત વર્ષે બજેટ પહેલા ઉછાળો
બજેટના દિવસે શેરબજારના ઈતિહાસ પર નજર કરીએ તો વર્ષ 2022માં જ્યારે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે બજેટના દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ગયા વર્ષે, 2023 માં બજેટની રજૂઆત પહેલાં 1 ફેબ્રુઆરી 2023 ના રોજ શેરબજારના બંને સૂચકઆંકો મજબૂત ઉછાળા સાથે ખુલ્યા હતા. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ 417.89 પોઈન્ટ અથવા 0.70%ના વધારા સાથે 59,967.79 પર ખુલ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી ઇન્ડેક્સ 131.95 અથવા 0.65% ના ઉછાળા સાથે 17,776.70 ના સ્તર પર ટ્રેડ થયો હતો. ત્યારબાદ સમગ્ર બજેટના દિવસોમાં વધઘટ જોવા મળી હતી.
આ ક્ષેત્રો પર ફોકસ રહેશે
ડાયનેમિક ઇક્વિટીઝના સ્મોલકેપ મેનેજર અને એમડી શૈલેષ સરાફના જણાવ્યા અનુસાર, સંરક્ષણ ખર્ચ ચાલુ રહેશે. સાથે જ, રેલવે પર જબરદસ્ત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કારણ કે તે માલ પરિવહન માટે મહત્વપૂર્ણ છે. કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ, હેલ્થકેર અને નાણાકીય સેવાઓ પર વધુ ફાળવણી કરવામાં આવશે.
આ પણ વાંચો : બજેટ 2024: ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? જાણો બજેટ અંગે રસપ્રદ વાતો