શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ આટલા પોઈન્ટ તૂટયો
નવી દિલ્હી, 9 જાન્યુઆરી: શેરબજારમાં આજે એટલે કે ગુરુવારે (9 જાન્યુઆરી) ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર રેડ ઝોન પર ખુલ્યું. BSE પર સેન્સેક્સ 158 પોઈન્ટના ઘટાડા સાથે 77,989.63 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.06 ટકાના ઘટાડા સાથે 23,674.75 પર ખુલ્યો. ગુરુવારે શરૂઆતના કારોબારમાં વિદેશી મૂડીના સતત બહાર જવાને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. . સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ઝોમેટો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સન ફાર્મા, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ અને NTPCના શેર સૌથી વધુ ઘટ્યા હતા.
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેર માર્કેટ(Stock Market)ની આજે ઘટાડા સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ 189 પોઈન્ટના ઘટાડા સાથે 77962 પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટીમાં 63 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ બજાજ ઓટો, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક, એમએન્ડએમ, ઇન્ફોસીસના શેરો નિફ્ટી પર ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે એસબીઆઈ, એચડીએફસી બેંક, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ, આઈસીઆઈસીઆઈ બેંકના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. RBI, ઓએનજીસી, સન ફાર્મા, એલએન્ડટી, અપોલો હોસ્પિટલ, બીપીસીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ અને કોલ ઈન્ડિયાના શેરમાં 0.79 થી 1.17 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
ટોરેન્ટ ફાર્મા, યુનો મિંડા, પીબી ફિનટેક, પેટીએમ અને ઈપ્કા લેબ્સના શેરમાં 0.56 થી 1.06 ટકા સુધી ઘટાડો છે. બેયર કોર્પસાયન્સ, ટાટા એલેક્સિ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, સોલાર ઈન્ડસ્ટ્રીઝ અને વેદાંત ફેશન્સ 0.09 થી 1.34 ટકા વધારો છે. નિફ્ટી રિયલ્ટીમાં સૌથી મોટો ઘટાડો 1.20 ટકા જોવા મળ્યો. સવારે ૧૦:૪૪ વાગ્યા સુધીમાં સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ ઘટ્યો હતો. સેન્સેક્સે આજે 78,206 ના સ્તરેથી તેનું ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો અને તે 77,846 ના સ્તરે પહોંચી ગયો.
આ પણ વાંચો….OnePlus 13 સિરીઝ ભારતમાં થયો લોન્ચ, મળશે 180 દિવસનો રિપ્લેસમેન્ટ પ્લાન, જાણો કિંમત અને ફીચર્સ વિશે