બિઝનેસ

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 750થી વધુ પોઇન્ટ તૂટ્યો

Text To Speech

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ લગભગ 750 ઘટીને 57,424ના સ્તરે ખુલ્યો હતો. જયારે નિફ્ટી પણ 200 પોઈન્ટ ઘટીને 17090 ના સ્તર પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન રૂપિયો પણ ડોલર સામે આજે વધુ નબળો પડ્યો છે અને 82.64 રૂપિયાના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો છે.

સેન્સેક્સ 57424 પોઈન્ટ પર ખુલ્યો
સોમવારે બજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 767 પોઇન્ટના ઘટાડા સાથે 57424 પોઇન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટીએ 205 પોઈન્ટના ઘટાડા સાથે 17,103ના સ્તરે શરૂઆત કરી હતી. બજારમાં બેન્ક, ઓટો અને મેટલ સેક્ટરના શેરમાં નબળાઈ જોવા મળી હતી. સેન્સેક્સ બેન્ચમાર્કમાં શરૂઆતના કારોબારમાં 30માંથી 30 શેર લાલ નિશાનમાં જોવા મળ્યા હતા.

Rupee down file image Hum Dekhenge
Rupee down file image Hum Dekhenge

ડોલર સામે રૂપિયો 32 પૈસા વધુ તૂટ્યો
આજે ડોલર સામે રૂપિયો વધુ 32 પૈસા નબળો પડ્યો હતો અને તે 82.32ની સામે 82.64 રૂપિયા પર ખુલ્યો હતો.

Back to top button