ગુજરાતચૂંટણી 2022વિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી
જામનગરમાં ખુલ્લો મુકાયો રાજ્યનો સૌ પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ
જામનગરના ગાંધીનગર એસ.ટી.પી. પાસે 17 એકરની જગ્યામાં નિર્માણ પામેલા ગુજરાતના સૌપ્રથમ પી.પી.પી બેઇઝ આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
દૈનિક 7.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે
આ પ્લાન્ટ રૂ. 90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જે દૈનિક 450 મેટ્રિક ટન વેસ્ટ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાંથી દૈનિક 7.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. સોલીડ વેસ્ટમાંથી વીજળી ઉત્તપન કરી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટેના આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જેને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ પ્રમાણિત પ્લેટિનમ રેટિંગનો પ્રી-સર્ટિફિકેટનો દરજ્જો પણ મળેલો છે.
કુલિંગ ટાવરની બદલે મિસ્ટ કુલિંગ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાયો
અત્યાધુનિક ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ કરી આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે કુલિંગ ટાવરની બદલે મિસ્ટ કુલિંગ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સેકેન્ડરી ટ્રીટેડ પાણીમાંથી દૈનિક 10 લાખ લિટર પાણીને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના ફિલ્ટરેશન પ્લાન્ટમાં ફિલ્ટર કરી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.
ઉત્પન્ન થનાર વીજળી જેટકો ગ્રીડમાં અપાશે
આ પ્લાન્ટ થકી ઉત્પન્ન થનાર વીજળી જેટકો ગ્રીડમાં આપવામાં આવશે. તેમજ ગુજરાતની વીજળી ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થશે. આ પ્લાન્ટમાં પ્રકૃતિની અનુભૂતિ કરાવતા અતિ સુંદર કલ્પવૃક્ષ વાટિકા, લોટસ પેડ જેવા અતિ સુંદર વૃક્ષોનું પણ વવાતેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરની શાળાઓના વિધ્યાર્થીઓ માટે 60 મીટર બાય 110 મીટરની સાઈઝનું વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ થકી શહેરની આસપાસના તાલુકાઓના સોલીડ વેસ્ટને પણ વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરી તેમાંથી પણ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.
વિશ્વ સ્તરે જામનગરે ઓળખ મેળવી : CM પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, વિકાસની દિશામાં જામનગરે વધુ એક હરણફાળ ભરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર વિકાસના સતત કામો કરી રહી છે અને જન જન સુધી વિકાસની ગાથા પહોંચી છે. જામનગરના ગોરધનપરમાં વિશ્વનું એક માત્ર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મીડિસન સ્થાપવા જઇ રહ્યું છે તેનાથી વિશ્વ સ્તરે જામનગર અને ગુજરાતે આગવી ઓળખ મેળવી છે. જામનગરમાં વિકાસના સતત કાર્યો થઈ રહ્યા છે તેના થકી લોકોની સુખ સુવિધાઓમાં વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગરને 1096 કરોડ રૂપિયા વિકાસ કર્યો માટે રાજ્ય સરકારે ફાળવ્યા છે તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.