ભારત-ચીન યુદ્ધ વચ્ચે દલાઈ લામાનું નિવેદન, કહ્યું ભારત છોડીને જવાનો..
અરુણાચલના તવાંગ સેક્ટરમાં ભારત-ચીની સૈનિકો વચ્ચેની અથડામણને લઈને મામલો હજુ પણ ગરમાયેલો છે. તેમજ આ ઘટનાને લઈને બન્ને દેશમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. તેમજ વિપક્ષ પણ આ અંગે સંસદમાં હોબાળો મચાવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન તિબેટના ધર્મગુરુ દલાઈ લામાનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં તેઓને ચીન જવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું, ‘ચીન પરત ફરવાનો કોઈ અર્થ નથી. મને ભારત ગમે છે કાંગડા પંડિત નેહરુની પસંદગી છે, આ સ્થળ મારું કાયમી રહેઠાણ છે.
દલાઈ લામાનું નિવેદન આવ્યું સામે
દલાઈ લામાએ હિમાચલ પ્રદેશના કાંગડામાં આ વાત કહી છે. જ્યારે તવાંગ સ્ટેન્ડઓફના પગલે ચીનને તેમના સંદેશા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વસ્તુઓમાં સુધારો થઈ રહ્યો છે. યુરોપ, આફ્રિકા અને એશિયામાં ચીન વધુ લવચીક છે. પરંતુ ચીન પરત ફરવાનો કોઈ અર્થ નથી. મને ભારત ગમે છે આ પહેલા તે દરેક પ્રસંગે સ્પષ્ટ કરી ચૂક્યો છે કે તે ભારતને પ્રેમ કરે છે અને તેનું જીવન અહીં જ વિતાવશે.
આ પણ વાંચો: ભારત-ચીન તણાવ વચ્ચે નોર્થ-ઈસ્ટમાં PM મોદીએ વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન
દલાઈ લામા 1959થી ભારતમાં છે
માર્ચ 1959માં દલાઈ લામા ચીની સેનાથી બચીને ભારતમાં પ્રવેશ્યા હતા. તે પહેલા 18 એપ્રિલે અરુણાચલ પ્રદેશના તવાંગ અને પછી આસામના તેજપુર પહોંચ્યા. આ પણ 1962ના યુદ્ધનું એક મોટું કારણ માનવામાં આવે છે. ચીને કહ્યું કે દલાઈ લામાને આશ્રય ન આપવો જોઈએ. પરંતુ ભારતે તેને આશ્રય આપ્યો હતો. નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર દલાઈ લામા હજુ પણ અરુણાચલ પ્રદેશ અને તવાંગને ભારતના ભાગ તરીકે વર્ણવે છે, પરંતુ ચીન તેને દક્ષિણ તિબેટ કહે છે. આ કારણોસર ચીન દલાઈ લામાને અલગતાવાદી નેતા માને છે. તેમનું કહેવું છે કે દલાઈ લામા ભારત અને ચીનની શાંતિ માટે સૌથી મોટો ખતરો છે.