ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ રેહશે, અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી

Text To Speech

ગુજરાત 27 જુલાઈ 2024 :  દેશમાં ચોમાસાની ઋતુ હોવાથી ભારતના અલગ અલગ રાજ્યોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે તો ક્યાંક ઓછો વરસાદ પડી રહ્યો છે. તેવામાં રાજ્યમાં હવે આગામી અઠવાડિયું કેવું રહેશે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે જેની પરિસ્થિતિ વિશે હવામાન વિભાગએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ રહેશે

હવામાન વિભાગ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ આવનારા સાત દિવસો સુધી રહેશે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

મધ્ય, સૌરાષ્ટ્ર, દક્ષિણમાં અતિ ભારે વરસાદ

જિલ્લા વાઇઝ તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે અમદાવાદ, વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં અત્યંત ભારે વરસાદ પડશે, સાથે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ આ અઠવાડિયામાં પડશે

માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના

હવામાન વિભાગ અધિકારી કારણ આપતા જણાવ્યું હતું કે ઓફ સૉર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે

આ પણ વાંચો : ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતા આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી

Back to top button