ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

ડાકોર ખાતે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનુ અદ્યતન મકાન બનતા ઉત્તમ આરોગ્યલક્ષી સેવાઓ મળશે: કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ

Text To Speech

રૂ.1218.38 લાખના ખર્ચે ડાકોર ખાતે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના નવીન મકાનના ખાતમૂર્હત કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ડબલ એન્જીન વાળી સરકાર પ્રજાની તમામ સેવાઓ માટે સતત કાર્યશીલ છે તેમાય છેવાડાના માનવીને ઘર સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોચાડવામાં કટીબધ્ધ છે. ડાકોર ખાતે આજે થયેલ ખાતમૂર્હત ધ્વારા બનનાર નવીન હોસ્પિટલમાં તમામ અદ્યતન સુવિધાઓ અને તમામ વિભાગના નિષ્ણાંત ડોક્ટર સેવા આપનાર છે. સમગ્ર વિશ્વમાં યાત્રાધામ ડાકોર પ્રસિધ્ધ છે. પૂર્વપટ્ટીને જોડતું આ એક મહત્વનું કેન્દ્ર છે. કલ્યાણરાજના સિધ્ધાંતને વળેલી કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકહીતની યોજનાઓ અમલમાં મૂકી છેવાડાના માનવી સુધી લાભો પહોચાડી લોકોનો વિશ્વાસ જીતી રહી છે. તેમજ તેના શાસન દરમ્યાન લોકહિતના કાર્યનો હિસાબ આપી રહી છે.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સને 2018ના આજના દિવસે આયુષ્યમાન ભારત કાર્ડને લોન્ચ કર્યું હતું. જેથી આજે આયુષ્યમાન ભારતનો દિવસ છે. આજે સમગ્ર ભારતની 40 ટકા વસ્તી એટલે કે 11 કરોડ કુટુંબના સભ્યો લાભ લઈ રહ્યા છે. કદાચ આ દુનિયાની સૌથી પહેલી યોજના છે. એમ કહી શકાય ઠાસરા તાલુકામાં પણ 29000 કુટુંબોના લક્ષ્યાંક સામે 20000 કુટુંબોને આ લાભ આપી દેવામાં આવ્યો છે. આ યોજના અન્વયે દર્દીને રૂા.૫ લાખ સુધીની આરોગ્ય સેવાઓ નિશુલ્ક મળી રહે છે. ભારતીય જનતા પાર્ટીની ગજરાત સરકારે ઠાસરા તાલુકાના વિકાસ અર્થે રૂ.350 કરોડના કામો મંજૂર કરેલા છે અને તે કામો પ્રગતિમા છે.

આ હોસ્પિટલમાં લેબોરેટરી વિભાગ, એક્સરે વિભાગ, ઈમરજન્સી વિભાગ, ગાઈનેક આઈ.સી.યુ વિભાગ, લેબર રૂમ ફિમેલ રૂમ, મેઈલ રૂમ નાના મોટા ઓપરેશન વિભાગ, આંખ વિભાગ, ટી.પી.યુનિટ વિભાગ, સી.એમ.ટી.સી વિભાગ, મમતા ઘર વિભાગ, દાંત વિભાગ, આઈસી.આઈસી વિભાગ, STD કાઉન્સીલીંગ વિભાગ આવેલા છે. તેમા દર્દીઓને તાત્કાલીક લોહીની જરૂરીયાતને પૂરી પાડવા માટે બ્લડસ્ટોરેજ પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશ્યન, ઓર્થોપેડીક સર્જન, દંત સર્જન, મેડીકલ ઓફિસર, તાલીમ બધ્ધ અન્ય પેરામેડીકલ સ્ટાફ તેમજ ક્લિનીક સ્ટાફ ઉપલબ્ધ છે.

આ અદ્યતન હોસ્પિટલ રૂ.1218.38 લાખના ખર્ચે, 7243.08 ચોરસ મીટરનું બાંધકામ, ભોયતળીયા સાથે ચાર માળની અને 100 બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ સુવિધા ધરાવે છે. સમગ્ર ખેડા જિલ્લામાં ડાકોર હોસ્પિટલમાં એક માત્ર બ્લડસ્ટોરજ શરૂ કરવામાં આવ્યુ અને 1000 જેટલી સગર્ભા સ્ત્રીઓને બ્લડની જરૂરીયાત હોય લોહી દર્દીને પુરુ પાડવામાં આવે છે તેમજ વખતોવખત બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે.

ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ અભિગમને વળેલી કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરા ચરિતાર્થ સાથે આ સૂત્રને સાર્થક કરવા વિશ્વાસ પુર્વક કરવા પ્રમાણિક પ્રયાસ કરી રહી છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાત સતત વિકાસના પંથે આગળ વધી રહ્યુ છે. તેઓ શ્રીએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામા આવેલ યાત્રાધામ એટલે ડાકોર કે જ્યા લાખોની સંખ્યામાં યાત્રાળુઓ રાજારણછોડ રાયના દર્શનાર્થે આવે છે. આ યાત્રાધામમાં આવેલ સરકારી દવાખાનુ એટલે રેફરલ હોસ્પિટલ અને સામુહીક આરોગ્ય કેન્દ્ર ડાકોર.

આ હોસ્પિટલની શરૂઆત 1958માં કોટેજ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે રૂપાંતરીત થયેલ હતું. આ હોસ્પિટલ 56 બેડ ધરાવતી હોસ્પિટલ છે અને ઠાસરા તાલુકાની મોટામાં મોટી હોસ્પિટલ છે. ડાકોર ખાતે આવેલ આ હોસ્પિટલની આજૂ બાજૂના ગામોમાંથી મોટી સંખ્યાના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ આરોગ્ય સેવાનો લાભ મેળવે છે. આ હોસ્પિટલને ખેડા જિલ્લામાં શ્રેષ્ઠ ગાઈનેકોલોજીસ્ટની કામગીરી બદલ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તેમજ હોસ્પિટલ સ્વચ્છતા માટે કાયાકલ્પનો એવોર્ડ પૂર્વ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે આપવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાં રેગ્યૂલર સંગર્ભા માતાની તપાસ, A.N.C તપાસ, માસિક 5000થી વધુ O.P.D તેમજ 500થી વધુ I.P.D, માસિક 350થી વધુ ડિલીવરી અને 450 થી500થી વધુ મેજર તેમજ માયનર ઓપરેશન થઈ રહ્યા છે. તેના આજૂબાજૂની ગરીબપ્રજા નિયમિત લાભ લે છે.

પંચમહાલ વિસ્તારના સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ગુજરાત પંચાયત સેવા સમિતિના પ્રમુખ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, ઠાસરા મત વિસ્તારના ધારાસભ્યશ્રી કાન્તીભાઈ પરમારે આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું. ડાકોરના માન.શ્રી વિજયદાસજી મહારાજએ આર્શીવચન પાઠવ્યા હતા. મહાનુભાવોના હસ્તે ખાતમૂહર્ત કરી દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

 

Back to top button