સ્ટેટ મોંનિટરિંગ સેલે દરોડા પાડતા 4 પોલિસકર્મીઓ જુગાર રમતા ઝડપાયા
અમદાવાદ શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક જ અઠવાડીયામાં બીજી વખત સ્ટેટ મોંનટરિંગ ટીમે દરોડા પાડતા પોલીસ જવાનો જ જુગાર રમતા ઝડપ્યા હતા. સાબરમતી વિસ્તારના ડી કેબિન વિસ્તાર ખાતે આવેલ રેલવે ક્વાટર્સમાં કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં સ્ટેટ મોંનટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. જેમાં જુગાર રમતા PSI, ASI, હેડકોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મચારી ઝડપાતા ખડભડાટ મચી ગયો છે.
બાબુ દાઢીના જુગારધામ પર સ્ટેટ મોંનટરિંગ ટીમના દરોડા
સાબરમતી ડી કેબીન વિસ્તારમાં 1 પીએસઆઇ, 1 એ.એસ.આઈ, 1 હેડકોન્સ્ટેબલ એમ કુલ 4 જેટલા પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે ડી.જી વિજિલન્સ દ્વારા બાબુ દાઢીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ અનેક વખત બાબુ દાઢીના જુગારધામ પર રેડ પડી ચુકી હોવાની માહિતી સામે આવી છે. જુગારધામમાં 1,93,620 રોકડ, મોબાઈલ, એક ગાડી અને ટુ વ્હીલર સહિતનો કુલ 10,70,420 લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલ પોલિસ કર્મચારી કોણ છે?
પકડાયેલ ચારેય પોલીસકર્મી અલગ અલગ અધિકારી વહીવટ કરતા હોવાનું ચર્ચા છે. જેમાં ખેડા હેડક્વાર્ટરમાં ફરજ બજવતા હથિયારી પીએસસાઈ ધર્મેન્દ્ર સિંહ પરમાર, ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ હિમતસિંહ ચમપાવત, નરોડા પોલીસ મથકના હેડ કોન્ટેબલ હિતેન્દ્રસિંહ તખ્તસી અને શહેર પોલીસ કંટ્રોલ રૂમ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ છે. તેમજ બે પોલિસ કર્મચારીઓને રેડ અંગેની જાણ થઈ જતા ભાગી ગયા હોવાનું પણ ચર્ચાય રહ્યુ છે. ત્યારે સ્ટેટ મોંનટરિંગ સેલના એસ.પી નિર્લિપ્ત રાય પણ આ રેડ દરમિયાન હાજર હતા.
જુગારધામ ચલાવવા સ્થાનિક પોલીસે આપી હતી પરમિશન
બાબુ દાઢીના જુગારનો અડ્ડો એક બે મહિનાઓથી ફરી ચાલુ થયો હતા. આ જુગારધામ પર અગાઉ પોલીસ કમિશનર દ્વારા આ વર્ષે જ બે વખત ક્રાઇમ બ્રાંચ મારફતે રેડ કરાવામાં આવી હતી. જે બાદ બાબુની ધરપકડ કરવામાં આવી હતી. જોકે 3 દિવસ પહેલા જ તે જેલમાંથી બહાર નીકળ્યો હતો. અને ફરી જુગારધામ ચલાવવા સ્થાનિક પોલીસે પરમિશન આપી હોવાની ચર્ચાએ ચાલી રહી છે.
આ પણ વાંચો:CBI દ્વારા દેશભરમાં મોટી કાર્યવાહી, 105 સ્થળો પર દરોડા