અમદાવાદએજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં TAT પાસ ઉમેદવારો આનંદો, રાજ્ય સરકાર 7500 કાયમી શિક્ષકોની ભરતી કરશે

Text To Speech

ગાંધીનગર, 19 જૂન 2024, રાજય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવાની નીતિના પગલે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગઈકાલે ગાંધીનગરમાં મહા આંદોલન કરતાં આખો દિવસ પોલીસ ચારે દિશામાં દોડતી થઇ ગઈ હતી. તો આજે પણ ટેટ-ટાટ પાસ ઉમેદવારો સચિવાલયમાં ઘુસી જઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, પોલીસે તમામ ઉમેદવારોની અટકાયત કરી લીધી હતી. ત્યારે હવે ગુજરાત સરકારે ત્રણ મહિનામાં 7500 જેટલા TAT સેકન્ડરી અને TAT હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લીધો છે.

આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે.TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોનો હલ્લાબોલઃ પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

Back to top button