અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાવનગર શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં રાજ્ય સરકારે અશાંત ધારો લાગુ કર્યો

ભાવનગર, 28 ફેબ્રુઆરી 2024, શહેરમાં સ્થાનિક લોકો અને હિંદુ સંગઠનો વર્ષોથી ઘણા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા. તેઓનો આરોપ હતો કે મુસ્લિમ સમુદાયના લોકો ઊંચી કિંમતો આપીને આ વિસ્તારમાં મકાન ખરીદતા હોય છે જેના કારણે વિસ્તારોનું વસ્તી સંતુલન ખોરવાય છે. આખરે રાજ્ય સરકારે ભાવનગરના લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નનું નિરાકરણ કર્યુ છે. ભાવનગર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.આ અંગેની માહિતી પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ આપી છે.

જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી
ભાવનગર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બદલ જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો છે. ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર પશ્વિમ વિધાનસભા વિસ્તાર તેમજ બાકી રહેતા ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે અશાંત ધારા નાગરિક સમિતિ, ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર તથા વિવિધ સંસ્થા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ નાગરિકો દ્વારા અવિરત રજુઆતના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનો ખુબ જ ટૂંકા ગાળામાં આ ઐતિહાસિક નિર્ણય બદલ ભાવનગરની જનતા વતી આભાર વ્યક્ત કરું છું.

ભાવનગર શહેરના આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો
ભાવનગર શહેરના પશ્ચિમમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે તેમાં રેલવે સ્ટેશન, અલકા ટોકીઝ, રબર ફેક્ટરી, નિર્મળ નગર, બારસો મહાદેવની વાડી, શિલ્પીનગર, એસબીઆઈ કૉલોની, એસટી સ્ટેન્ડ, દાદા સાહેબ, કાળાનાણા, અનંતવાડી, માધવ રત્ન, ફાતીમાકોન્વેન્ટ, સર્ટી હોસ્પિટલ, રાધા મંદિર, નીલમબાગ, તખ્તેશ્વર સહકારી હાટ, અનંતવાડી, કાળુભા રોડ, ગોળીબાર હનુમાન, વિજયરાજ નગર, દેગુબાગ વિદ્યાનગર, ચિત્ર ચોકનો સમાવેશ થાય છે.જ્યારે ભાવનગર પૂર્વ વિસ્તારમાં આવતા વિસ્તારોમાં લાલી બજાર, દિવાનપરા, રુવાપરી મંદિર, ક્રેશન્ટ, આનંદનગર, ગીતા ચોક, ડોન, સુભાષનગર, તિલક નગર, ભીલવાડા, હલુરીયા, માણેકવાડી, નવપરા, શીશુ વિહા, મેઘણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, એસબીઆઈ કૉલોની, ડીએસપી ઓફિસ, માધવ દર્શન, હિલડ્રાઈવ, સીંધુનગર, તરશેનીયા ગામ રેવન્યુ સર્વે નંબર 39-78-45-54, અધેવાડા ગામ રેવન્યુ સર્વેનંબર 8-9-10 અને 1થી 200માં ઉપરોક્ત એરિયામાં બાકી રહેતા અમુક વિસ્તારો આ જાહેર ખાસ આવરી લેવામાં આવે છે.

આ પણ વાંચોઃગુજરાતમાં વધુ બે નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, નાણાંમંત્રીએ જાહેરાત કરી

Back to top button