ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્ય સરકારે બિનઅધિકૃત બિલ્ડિંગ માટે લીધો મોટો નિર્ણય

Text To Speech

રાજ્ય સરકારે બાંધકામ નિયમિત કરવા માટે વટહુકમ બહાર પાડ્યો છે. જેને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામની હવેથી ઈમ્પેક્ટ ફી લેવામાં આવશે. ઉપરાંત 50 ટકા પાર્કિંગ ફી પણ ફરજીયાત રહેશે. આ પ્રકારના નિર્ણયોથી બાંધકામ ક્ષેત્રે નિયમોમાં પારદર્શિતા આવશે.

આ પણ વાંચો: રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવારમાં આપી ભેટ

50 ચોરસ મીટર સુધી રૂપિયા 3000 ફિ નક્કી

ઉલ્લેખનીય છે કે બિનઅધિકૃત બિલ્ડિંગ માટે ઈમ્પેક્ટ ફી લેવાશે, જેથી ઈમ્પેક્ટ ફી માટેના દર રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ 50 ચોરસ મીટર સુધી રૂપિયા 3000 ફિ નક્કી થઈ છે. તેમજ 50થી 100 ચોરસ મીટર સુધી 3000 ઉપરાંત વધારાના 3000 રૂપીયા ભરવા પડશે. આ ઉપરાંત 100થી 200 ચોરસ મીટર માટે 6000 અને વધારાના રૂપિયા 6000 રકમ નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: PM મોદી ગુજરાતના આ જિલ્લાઓને આપશે રૂ.2083 કરોડના વિકાસકાર્યોની ભેટ

ખુટતા પાર્કિંગના કિસ્સામાં 30% જંત્રીના ભાવ ચુકવવાના રહેશે

આ ઉપરાંત રહેણાક કિસ્સામાં ખુટતા પાર્કિંગ માટે 15% જંત્રીનો ભાવ ચુકવવો ફરજીયાત કરવામાં આવ્યો છે. શહેરની હદમાં આવતા બિનરહેણાક વિસ્તારોમાં ખુટતા પાર્કિંગના કિસ્સામાં 30% જંત્રીના ભાવ ચુકવવાના રહેશે. ગેરકાનૂની બાંધકામની ઈમ્પેક્ટ ફી ભરવા બાબતે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર 2022 પહેલાના બાંધકામને આ પ્રકારના લાભો આપવામાં આવશે.

Back to top button