રાજ્ય સરકારે કર્મચારીઓની ગ્રાહ્ય રાખેલી તમામ માંગણીઓના ઠરાવો કર્યા
રાજ્યના વિવિધ સરકારી વિભાગના જુદા જુદા વર્ગના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર વિરૂદ્ધ છેલ્લા ઘણા સમયથી આંદોલનો કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકારે ઘણા ખરા વિભાગોના કર્મચારીઓની માંગનો સ્વિકારી હતી. તેમ છતાં કર્મચારીઓ દ્વારા જ્યાં સુધી આ માંગણીઓનો સૈદ્ધાંતિક સ્વિકાર કરવામાં ન આવે ત્યાં સુધી પોતાનું આંદોલન પૂર્ણ નહીં કરે તેવી માંગો ઉઠી હોય ત્યારે આજે રાજ્ય સરકારના નાણા વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલી મોટા ભાગની માંગણીઓના ઠરાવો જાહેર કરવામાં આવ્યા છે.
કેટલી માંગોના ઠરાવો જાહેર કરવામાં આવ્યા ?
ઘર ભાડા ભથ્થામાં વધારો
સરકાર તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેંશનરોના તબીબી ભથ્થામાં વધારો
પેન્શનના મુડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું 13 વર્ષ બાદ પુનઃ સ્થાપન કરવા બાબત
સ્થાનિક વળતર ભથ્થા (CLA) ના દરમાં વધારો કરવા બાબત
ગુજરાત મુલકી સેવા રજા નિયમો, 2002ના નિયમ 69 (માતૃત્વ રજા)માં સુધારા બાબત
વીમા રક્ષણની રકમમાં વધારો કરવા બાબત
અશકતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશકતા / કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા બાબત
CCC અને CCC + ની પરીક્ષા પાસ કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચુકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબત