ગુજરાતટોપ ન્યૂઝ

પેપર લીક કરનાર સામે રાજ્ય સરકારનો કડક કાયદો તૈયાર, આ પ્રકારની થશે સજા

Text To Speech

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વિવિધ સરકારી ભરતી પરીક્ષાના પેપર લીક થવાની ઘટના વધતા આખરે સરકાર એક્શનમાં આવી છે. આ માટે પેપર લિક થતાં રોકવા માટેની જોગવાઈ પર સરકાર વિધેયક તૈયાર કરીને કાયદો બનાવવા જઈ રહ્યું છે. જેમાં પેપર લીક કરનારની સંપત્તિ જપ્ત કરવામાં આવશે તો સાથે જ પરીક્ષા ખર્ચ પણ તેની પાસેથી જ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 હેઠળ પરીક્ષાર્થી માટે ત્રણ વર્ષની સજા અને રૂ.1 લાખ દંડની જોગવાઈ કરવામાં આવી છે.

Paper leak law Gujarat Hum Dekhenge News

શું કરવામાં આવી છે વિધેયકમાં જોગવાઈ ?

આ મામટે આગામી વિધાનસભા સત્રમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 રજુ કરવામાં આવશે. જેના અનુસાર જો પેપર લિકના કૌભાંડમાં સરકારી કર્મચારી સંડોવાયેલા હોય તો 3 વર્ષની સજા, એક લાખનો દંડ. ભરતી બોર્ડના જવાબદાર વ્યક્તિ સામે 5 – 10 વર્ષની સજાની જોગવાઈ. 10 લાખથી એક કરોડ રુપિયા સુધીનો દંડ થશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી બિલ રજૂ કરશે. દોષી પરીક્ષાર્થીને 2 વર્ષ પરીક્ષામાંથી બાકાત રખાશે. 23 પ્રકારની જોગવાઈ સાથે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

Paper leak law Gujarat Hum Dekhenge News 01

રાજ્ય સરકારના રાજ્ય કાયદા પંચના 34મા અહેવાલમાં રાજ્ય સરકારમાં ભરતી એજન્સી દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર ફૂટી જવાના મુદ્દાની તપાસ કરાઇ અને ભલામણ કરી કે પ્રશ્નપત્ર ફૂટી જવાના મુદ્દા વિરૂદ્ધ ખાસ કાયદો અધિનિયમ, બનતી ત્વરાએ, પ્રશ્નપત્ર ફૂટી જવાના મુદ્દાને ઉકેલવાની જરૂર છે અને તેના જેવી પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામ લઇ શકાય. આ બાબતે સરકારે મુસદ્દો તૈયાર કર્યો છે.

કેટલો લાગશે દંડ ? 

ગુજરાત સરકારે પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે, સામાન્ય લોકોનો વિશ્વાસ મેળવવા અને ટકાવી રાખવા તેમજ જાહેર ભરતી પરીક્ષામાં બિન-વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે આ કાયદો અમલમાં લાવવા ધાર્યું છે. જેના માટે નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ. આ પ્રકારના કેસમાં એક મુસદ્દો તૈયાર કરાયો. જેમાં આરોપીઓ સામે 10 વર્ષની કેદની જોગવાઈઓ સાથે 1 કરોડ રૂપિયા સુધીના દંડની જેવી કડક જોગવાઈઓ સાથે નવો કાયદો પસાર થઈ શકે છે.

Back to top button