ગુજરાતટોપ ન્યૂઝ

ચાઇનીઝ દોરીના અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો કડક આદેશ, જિલ્લા ક્લેક્ટર અને પોલીસને આપી સૂચના

Text To Speech

ચાઇનીઝ દોરીના વેચાણ બાબતે આજરોજ ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં જવાબ આપ્યા બાદ કોર્ટે ટકોર કરતા કહ્યું કે માત્ર બેઠકો કરવા કરતા યોગ્ય પગલા ભરી આ બાબતે જરૂરી કાર્યવાહી કરો ત્યારે આજે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, કલેક્ટર તથા પોલીસ અધિક્ષકને પત્ર લખી ચાઇનીઝ દોરીના પ્રતિબંધનું ચુસ્ત પાલન રાજ્યમાં થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો : ટેક્સટાઈલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા હવે શાંતીથી ઊંઘી નહીં શકે : હર્ષ સંઘવી

gujarat sarkar on dori Hum dekhenge news

એક તરફ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં ચાઇનીઝ દોરીનું વેચાણ વધી રહ્યું છે ત્યારે આજ રોજ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે ચાઇનીઝ દોરીના લીધે છેલ્લા થોડા દિવસોમાં જે ઘટનાઓ બની અને જે લોકોના મોત થયાં તથા અન્ય ઈજા થવાની ઘટનાઓ સામે આવી ત્યાર બાદ ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં આવી અલગ અલગ જગ્યાઓએ દરોડા પાડી કેટલાક વેપારીઓની અટકાયત પણ કરી હતી.

આટલી કાર્યવાહી અને ધરપકડ બાદ પણ કેટલાક આ મોતની દોરીના સોદાગરો શાંતિથી બેઠા નહિ અને ધંધો કરવા માટે એક અલગ રસ્તો અપનાવ્યો અને આ ચાઇનીઝ દોરીનું ઓનલાઈન વેચાણ ચાલુ કર્યું. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ પોલીસની મદદ લઇ તેવા લોકોની પણ ક્યાંક ધરપકડ કરવામાં પોલીસને આંશિક સફળતા મળી હતી.

આ પણ વાંચો : પ્રતિબંધ છતાં પણ બેફામ વેચાતી ‘ચાઇનીઝ દોરી’, શું પતંગનો શોખ લોકોના જીવ કરતાં પણ સસ્તો ?

gujarat sarkar on dori Hum dekhenge news 001

હાઇકોર્ટમાં આજે સરકારનો જવાબ સાંભળ્યા બાદ હાઇકોર્ટે આ બાબતે ચુસ્ત વલણ અપનાવતા સરકારને ટકોર કરી હતી કે સરકાર માત્ર બેઠકો ના કરે અને આ બાબતે જરૂરી પગલા ભરે, વધુમાં કોર્ટે ઉમેર્યું હતું કે વિવિધ ઉપકરણો કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી ચાઇનીઝ દોરીના વપરાશ પર પ્રતિબંધનો ચુસ્ત અમલ કરવા નિર્દેશ આપ્યો હતો. ત્યારે હવે ગૃહ વિભાગ દ્વારા પત્ર લખીને સમગ્ર ગુજરતમાં આ બાબતે કડક પગલા ભરવા નિર્દેશ કરાયો છે અને જો કોઈ પણ ચાઇનીઝ દોરીના વેપાર કરતા કે આ બાબતે અન્ય કોઈ માહિતી મળે તો 100 નંબર ફોન કરી જાણ કરે.

Back to top button