રાજ્યમાં ડિગ્રી ઇજનેર કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યમાં સતત ધટાડો જોવા મળી રહ્યો છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા રાજ્ય સરકારને પ્રશ્ન પુછવામાં આવ્યો કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યની ડિગ્રી ઇજનેર અભ્યાસક્રમ ચલાવતી સરકારી, અનુદાનિત, અને અર્ધ-સરકારી કોલેજોમાં કેટલી બેઠકો ભરાઇ અને કેટલી બેઠકો ખાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રજ કરાયેલ જવાબ હતો કે, સૌથી વધુ અર્ધ-સરકારી કોલેજમાં 62829 બેઠકો ખાલી રહી, જ્યારે સરકારી કોલેજમાં 6822 અને અનુદાનિતમાં 538 જગ્યાઓ ખાલી રહી હતી.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, સુરત નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ
વર્ષ સરકારી કોલેજ અનુદાનિત કોલેજ અર્ધ-સરકારી
વર્ષ |
સરકારી કોલેજ | અનુદાનિયત કોલેજ |
અર્ધ-સરકારી |
|||
ભરાયેલી |
ખાલી | ભરાયેલી | ખાલી | ભરાયેલી |
ખાલી |
|
2021-22 |
7150 | 1936 | 1437 | 135 | 26912 | 28758 |
2022-23 | 4953 | 4886 | 1169 | 403 | 23928 |
34071 |
કુલ |
12103 | 6822 | 2606 | 538 | 50440 |
62829 |
અર્ધ-સરકારી કોલેજ – 62829 જગ્યાઓ ખાલી
રાજ્યમાં ડિગ્રી ઇજનેર અભ્યાસક્રમ ધરાવતી અર્ધ-સરકારી કોલેજમાં છેલ્લા બે વર્ષમાં 62829 જગ્યાઓ ખાલી રહી હતી. છેલ્લા બે વર્ષમાં ખાનગી કોલેજોમાં પણ સતત વિદ્યાર્થીઓમાં ઘટાડો થતો જઈ રહ્યો છે. જેમાં વર્ષ 2021-22માં 28758 અને વર્ષ 2022-23માં 34071 જેટલી જગ્યાઓ ખાલી રહી હતી. આમ વિદ્યાર્થીઓમે ઇજનેરી અભ્યાસક્રમમાં રસરૃચિ ઓછી થતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત ઇજનેરમાં ફુગાવા જેવી સ્થિતિ હોવાના કારણે વિદ્યાર્થીઓ અન્ય અભ્યાસક્રમ પર વધારે રસ દાખવી રહ્યા છે.
આ પણ વાંચો : રાજકીય મતભેદો ભૂલી એકબીજાને રંગ લગાડશે ધારાસભ્યો, ધૂળેટી રમવા અધ્યક્ષે આપી પરવાનગી
સરકારી કોલેજમાં 6822 જગ્યાઓ ખાલી રહી
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર, સરકારી ડિગ્રી ઇજનેર કોલેજમાં છેલ્લા બે વર્ષમાં 6822, વર્ષ 2021-22માં 1936 જગ્યા અને વર્ષ 2022-23માં 4886 જગ્યાઓ ખાલી રહી હતી. આ સંખ્યા દર્શાવે છે કે, એક તબક્કે ઇજનેર કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓની પડાપડી રહેતી હતી. પરંતુ હાલની સ્થિતિએ વિદ્યાર્થીઓ ઇજનેર કરતાં અન્ય અભ્યાસ પર વધારે ધ્યાન આપી રહ્યા છે. જ્યારે અનુદાનિત કોલેજમાં બે વર્ષમાં 538 જગ્યાઓ ખાલી રહી હતી.