સ્વચ્છતાને લઈને ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ માટે જાહેર કરાઈ ગાઈડ લાઈન
રાજ્યના શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીઓ અને તેના કેમ્પસને કચરો મુક્ત રાખવા માટે માર્ગદર્શિકા જારી કરી છે.આ માર્ગદર્શિકા હેઠળ, શિક્ષણ વિભાગ તેમની સાથે જોડાયેલી યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસનું નિરીક્ષણ કરશે.
જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુુજબ યુનિવર્સિટી વહીવટીતંત્રોને બગીચા, રમતના મેદાન, પુસ્તકાલયો અને કેન્ટીન તેમજ હોસ્ટેલ પરિસરને સ્વચ્છ રાખવા માટે કહવામાં આવ્યુ છે. જેનુુ દરેક યુનિવર્સિટીઓએ ફરજીયાત પાલન કરવું પડશે. તેમજ યુનિવર્સિટીઓમાં રજિસ્ટ્રાર આપવામાં આવ્યા છે ત્યારે કોલેજોમાં કેમ્પસ સ્વચ્છ છે તેની ખાતરી કરવાની જવાબદારી આચાર્ય અને NSS પ્રોગ્રામ કોઓર્ડિનેટર અથવા આચાર્ય દ્વારા પસંદ કરાયેલ કોઈપણ વ્યક્તિની રહેશે. જો જરૂરી હોય તો, કોલેજો અને યુનિવર્સિટીઓ તેમના પરિસરને સ્વચ્છ રાખવા માટે સ્થાનિક નાગરિક સંસ્થાઓ પાસેથી મદદ લઈ શકે છે નું પણ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 લાખથી વધુ લોકોને મફત રાશનની સુવિધા
કોલેજો અને યુનિવર્સિટીઓએ ડસ્ટબિન અને કચરાની સફાઈ માટે ઇલેક્ટ્રિકલ ફિક્સર રાખવા પણ જણાવાયુ છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે કેમ્પસ સફાઈ અભિયાન પૂર્ણ કર્યા પછી, રાજ્યના રાજ્યપાલ, આચાર્ય દેવરત જેઓ ગુજરાત વિદ્યાપીઠના વાઈઝ ચાન્સેલર પણ છે, જેઓએ તમામ રાજ્યની યુનિવર્સિટીઓને તેમના કેમ્પસ ક્લિનિંગ રાખવા અપીલ કરી હતી.