ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ જિલ્લામાં સર્વેનો આરંભ, વિકસિત વિસ્તારોમાં જંત્રીના ભાવો વધશે!

  • બજાર કિંમત અને જંત્રી વચ્ચેની વિસંગતતાઓ દૂર કરાશે
  • રાજયભરમાં ગત તા.14 એપ્રીલથી જંત્રીનો ભાવ ડબલ થઈ ગયો
  • હાલમાં જિલ્લા 10 તાલુકા મથક વિસ્તારોમાં ગ્રામ્યકક્ષાએ સર્વે શરૂ કરાયો

સમગ્ર રાજય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નવી જંત્રી માટેના સર્વેનો આરંભ થઈ ગયો છે. જિલ્લામાં ગત તા.15મી મેથી શરૂ થયેલી આ કામગીરી 15 દિવસ એટલે કે, તા. 30મી મે સુધીમાં પુરી કરવાની છે. જે માટે જિલ્લાભરમાં તાલુકાવાઈઝ અને કલસ્ટર વાઈઝ ટીમોની રચના કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાંથી 20 દિવસમાં 10 સાપ, 12 ઘો મળી 

તા.12 મેના રોજ ટીમોના સભ્યોને તાલીમ પણ આપવામાં આવી

તા. 12 મેના રોજ આ ટીમોના સભ્યોને તાલીમ પણ આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર મોડલ મુજબ થનાર જંત્રીના સર્વેની કામગીરી વર્ષ 2011માં લાગુ કરાયેલ જંત્રી કરતા સરળ અને અલગ હોવાનું પણ જાણવા મળે છે. રાજયભરમાં ગત તા. 14 એપ્રીલથી જંત્રીનો ભાવ ડબલ થઈ ગયો છે. જોકે, સરકારે ફેબ્રુઆરી માસમાં જંત્રી રાતોરાત ડબલ કરી દેતા વીરોધ ઉભો થયો હતો. અને ત્યારબાદ સરકારે તા. 14 એપ્રીલ સુધી આ વધારો મુલતવી રાખ્યો હતો. સરકારે સર્વેની અપેક્ષાએ નવી જંત્રી જાહેર કરી હતી. એટલે કે, જંત્રીમાં સર્વે કર્યા વગર વધારો કરી દેવાયો હતો. ત્યારે સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં નવી જંત્રીના ભાવના અમલીકરણ બાદ હાલ જિલ્લા કલેકટર કે.સી.સંપત, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકનના નાયબ કલેકટર પ્રીયાંગ ગળચરની સીધી દેખરેખ નીચે સર્વેની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતનાં જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો, આ શહેરમાં જળ સંકટ આવશે 

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 14 મેથી જંત્રી માટેના સર્વેનો આરંભ થયો

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 14 મેથી જંત્રી માટેના સર્વેનો આરંભ થયો છે. અને તા.30 મે સુધીમાં સર્વે પુરો કરી દેવામાં આવનાર છે. સર્વે માટે જિલ્લાના 10 તાલુકાઓમાં ગ્રામ્ય પંથકોમાં કલસ્ટર વાઈઝ ટીમો બનાવાઈ છે. એક કલસ્ટરમાં ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ 10 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે સર્વે માટેની ટીમમાં 2 સભ્યો હશે. જેમાં એક સભ્ય નાયબ મામલતદાર, વિસ્તરણ અધીકારી, ગ્રામ સેવક, તલાટી, કલાર્ક પૈકી કોઈ એક કર્મચારી હશે. જયારે બીજા સભ્યમાં માર્ગ મકાન વિભાગના ટેકનીકલ કર્મી, જિલ્લા પંચાયતના ટેકનીકલ કર્મી, નગરપાલીકાના ટેકનીકલ કર્મીની નીમણુંક કરવામાં આવી છે.

બીન ખેતી થયેલ રહેણાકના પ્લોટ એમ અલગ-અલગ ભાવો લેવાશે

આ કર્મચારીઓને તા.12મીના રોજ સુરેન્દ્રનગર શહેરના પંડીત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં સર્વે માટેની તાલીમ પણ આપવામાં આવી હતી. જિલ્લામાં હાલ ગ્રામ્ય પંથકોમાં સર્વે હાથ ધરાયો છે. ત્યારબાદ જિલ્લાના શહેરી વિસ્તારોમાં સર્વે થશે. ગામડાઓમાં સર્વે માટે જતી ટીમો ગ્રામજનોનો સંપર્ક કરશે. અને મીલકતો તથા જમીનોના બજારભાવ જાણશે. જયારે છેલ્લે થયેલા વેચાણ દસ્તાવેજોને પણ ધ્યાનમાં લેવાશે. અને અંતે જે મહત્તમ ભાવ હશે તેને ધ્યાનમાં લેવામાં આવશે. જેમાં ઓછામાં ઓછા ત્રણ ભાવો ટીમને લેવાના રહેશે. ગામડાઓમાં ખેતીની પીયતવાળી જમીન, પીયત વગરની જમીન, ગામ તળાવની જમીન, બીન ખેતી થયેલ રહેણાકના પ્લોટ એમ અલગ-અલગ ભાવો લેવાશે.

વિકાસ થયો હોય તેવા વિસ્તારોમાં જંત્રીના ભાવો વધવાની શકયતા

જંત્રી માટે સર્વે કરનારી ટીમ હાલ જમીનની બજાર કિંમત, વિકાસ, રોડ ટચ સ્થિતિનું આકલન કરનાર છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો કે જયાં અસાધારણ વિકાસ થયો છે તેવા ગામોમાં જંત્રીના ભાવો વધવાની શકયતા સેવાઈ રહી છે. ખાસ કરીને થોડા વર્ષોથી નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેને અડીને આવેલા ગામોમાં કોમર્શીયલ સહિતનું બાંધકામ વધતા વિકાસ જોવા મળે છે. આથી આ સ્થળોની જંત્રીના ભાવો વધે તેવી શકયતા છે.

Back to top button