ટ્રેન્ડિંગદિવાળી 2024ધર્મ

પાંચ દિવસીય દીપાવલી પર્વનો શુભારંભ, જાણો તેની પાછળની રોચક કહાણી

  • પ્રકાશના પર્વ તરીકે ઓળખાતો દીપાવલી તહેવાર ધનતેરસથી શરૂ થઈ ચૂક્યો છે. તેનો પાંચમો અને છેલ્લો દિવસ ભાઈબીજના દિવસે હશે

HD ન્યુઝ ડેસ્કઃ દીપાવલી એ ભારતના સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે, જે પ્રકાશ, સમૃદ્ધિ અને પારિવારિક સદ્ભાવનાનું પ્રતીક છે. પ્રકાશના તહેવાર તરીકે ઓળખાતો આ તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં ઘણી મહત્ત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ અને રિવાજો છે. આ પાંચ દિવસીય તહેવાર ધનતેરસથી શરૂ થાય છે, જે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે.

ત્યારબાદ છોટી દિવાળી, દિવાળી, ગોવર્ધન પૂજા (નવું વર્ષ)અને ભાઈ-બીજ આવે છે. જેમાં દરેક દિવસનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે, પરંતુ ઘણા લોકો આ તહેવારોનું મહત્ત્વ અને તેને ઉજવવાનું કારણ જાણતા નથી. તો આ બધા તહેવારોનું મહત્ત્વ અને તેની ઉજવણીના કારણો જાણો.

ધનતેરસ

ધનતેરસ એ દિવાળીનો પહેલો દિવસ છે, જે કારતક કૃષ્ણ પક્ષની તેરસથી શરૂ થાય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ગણેશની સાથે આયુર્વેદના પ્રણેતા ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. આ અવસર પર સોનું, ચાંદી, વાહન, ધાણા અને વાસણોની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એટલા માટે લોકો આ દિવસે ઘણી ખરીદી કરે છે.

નરક ચતુર્દશી, છોટી દિવાળી અથવા કાળી ચૌદસ

નરક ચતુર્દશીને રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ અનિષ્ઠ પર સારાનો મહિમા પ્રતિબિંબિત કરે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ભૌમાસુર રાક્ષસનો વધ કર્યો હતો અને લગભગ 16 હજાર દાસીઓને તેમની કેદમાંથી મુક્ત કરી હતી. આ વિજયને જીવનમાં અંધકાર અને અશુદ્ધિઓ પર કાબુ મેળવવાના રૂપમાં ઉજવવામાં આવે છે. એટલા માટે લોકો આ દિવસે પોતાના ઘર અને દરવાજા પર દીપ પ્રગટાવે છે.

પાંચ દિવસીય દીપાવલી પર્વનો શુભારંભ, જાણો તેની પાછળની રોચક કહાણી hum dekhenge news

દિવાળી (લક્ષ્મી પૂજા)

આ પાંચ દિવસીય તહેવારનો ત્રીજો દિવસ સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ મુખ્ય તહેવાર અસ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામ રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફર્યા હતા. ધન અને સમૃદ્ધિ માટે લક્ષ્મીની પૂજા કરવાનો પણ દિવસ છે. આ દિવસે લોકો ફટાકડા ફોડે છે, વાનગીઓ બનાવે છે, મીઠાઈઓ વહેંચે છે.

ગોવર્ધન પૂજા

દિવાળીના બીજા દિવસે કાર્તિક શુક્લ પ્રતિપદાના રોજ ગોવર્ધન પૂજા થાય છે. આ દિવસને ન્યુ યર પણ કહેવાય છે. જ્યારે ભગવાન કૃષ્ણએ ગ્રામજનોને ઈન્દ્રના ક્રોધથી બચાવવા માટે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો. તે પ્રકૃતિ પ્રત્યે સન્માન અને પૃથ્વીની ખેતીનું પ્રતીક છે. તેથી, આ દિવસે લોકો ગોવર્ધન પર્વતની પૂજા કરે છે અને ભગવાનને છપ્પન ભોગ અર્પણ કરે છે.

ભાઈબીજ

દીપોત્સવના પાંચ દિવસનો છેલ્લો દિવસ ભાઈ બીજ છે. આ દિવસ ભાઈ અને બહેન વચ્ચેના સંબંધને પ્રતિબિંબિત કરે છે. દીકરીઓ તેમના ભાઈઓ માટે લાંબા આયુષ્યની કામના કરે છે અને ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે. તે પરિવારમાં પ્રેમ અને સુરક્ષા દર્શાવે છે.

આ પણ વાંચોઃ દિવાળીમાં લક્ષ્મી પૂજન સાથે ખાસ જરૂરી છે આ વસ્તુઓ, રાખવાનું ન ભુલતા

Back to top button