ગુજરાતમાં મિશ્ર ઋતુની શરૂઆત, જાણો કયા કેટલુ રહેશે તાપમાન
- સવારે 22 સે.તાપમાને ઠંડક અને બપોરે 36થી 39 સે.તાપમાને ગરમી એમ બે ઋતુનો અનુભવ
- 31 ગુરૂવાર દિવાળી સુધી અમદાવાદમાં સવારે 22 અને બપોરે 38 સે. તાપમાન રહેશે
- સમગ્ર દેશમાં ભૂજમાં સૌથી વધારે તાપમાન 39.9 સે. નોંધાયું
ગુજરાતમાં મિશ્ર ઋતુની શરૂઆત થઇ છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતમાં હવે મિશ્ર ઋતુનો આરંભ થયો છે. તેમાં સવાર અને બપોર વચ્ચેના તાપમાનમાં આશરે 16 સે.નો મોટો તફાવત થવા લાગ્યો છે. જેમાં માત્ર સાતેક કલાકમાં જ આશરે 15થી 17 સે. તાપમાન વધી જતું હોય બે ઋતુના અનુભવ સાથે વાયરલ શરદી-તાવનું જોખમ વધે છે.
સવારે 22 સે.તાપમાને ઠંડક અને બપોરે 36થી 39 સે.તાપમાને ગરમી એમ બે ઋતુનો અનુભવ
ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ભૂજમાં સૌથી વધારે તાપમાન 39.9 સે. નોંધાયું હતું અને આટલું તાપમાન અરૂણાચલ પ્રદેશના રૃદ્રમાતામાં પણ નોંધાયું હતું.તેમજ બીજી તરફ, કેટલાક રાજ્યોમાં સવારે ગુલાબી ઠંડી શરૂ થઈ છે અને ભોપાલ, હિસ્સાર અને દિલ્હીમાં સવારનું તાપમાન ન્યુનત્તમ 15.2 સે. નોંધાયું હતું. અમદાવાદમાં પણ ગઇકાલે સવારે 22.2 સે.તાપમાને ઠંડક અનુભવાઈ હતી, કુદરતી વાતાનુકૂલિત હતું ત્યારે બપોર થતા જ પારો સડસડાટ 17 સે. વધીને તાપમાન 39 સે.એ પહોંચી ગયું હતું અને અસહ્ય ગરમી-તાપ અનુભવાયા હતા. તેમજ મહુવામાં સવારે 20.9 સે.તાપમાન અને બપોરે 36.8 સે. નોંધાયું હતું. એકંદરે દ્વારકા,ઓખા, વેરાવળને બાદ કરતા મોટાભાગના સ્થળોએ સવારે 22 સે.તાપમાને ઠંડક અને બપોરે 36થી 39 સે.તાપમાને ગરમી એમ બે ઋતુનો અનુભવ થયો હતો.
31 ગુરૂવાર દિવાળી સુધી અમદાવાદમાં સવારે 22 અને બપોરે 38 સે. તાપમાન રહેશે
હવામાન વિભાગ પ્રમાણે 31 ગુરૂવાર દિવાળી સુધી અમદાવાદમાં સવારે 22 અને બપોરે 38, સુરતમાં 24 અને 36 વડોદરામાં 22 , 23થી 38 તથા દ્વારકામાં 28 અને 34 સે. તથા વેરાવળ સોમનાથમાં 26 અને 36 અને ભૂજમાં 24 અને 37 સે. રહેવાની સાથે એકંદરે સુકુ હવામાન અને આકાશ ચોખ્ખુ રહેવાની આગાહી છે. ભેજનું પ્રમાણ પણ સવારે 80 ટકાથી વધુ હોય છે અને બપોરે ત્વચા સુકાતી હોવાના અહેસાસ વચ્ચે ભેજનું પ્રમાણ ઘટીને 35 સે. આસપાસ નીચુ ઉતરે છે.