5 મહિના પછી સ્ટાર ઓલરાઉન્ડરની ટીમ ઈન્ડિયામાં વાપસી, પોતાની ખુશી વીડિયોમાં વ્યક્ત કરી
ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર અને સૌરાષ્ટ્રનો સાવજ એવો રવિન્દ્ર જાડેજા ટીમ ઇન્ડિયા સાથે જોડાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે 9 ફેબ્રુઆરીએ નાગપુર ખાતે શરૂ થઇ રહેલ પ્રથમ ટેસ્ટમાં તે રમશે. ટેસ્ટ મેચ પહેલા BCCI એ એક વિડીયો શેર કર્યો છે જેમાં રવિન્દ્ર જાડેજા પોતાની સર્જરી પછી થયેલ પુર્નવસનનો અનુભવ શેર કર્યો. તેણે જણાવ્યું કે 5 મહિના પછી પુનરાગમનથી ખુશ છે તેમજ સર્જરી પછી પુર્નવસન દરમિયાન ફિજિયોએ રજાના દિવસોમાં પણ મારા પર ખૂબ મહેનત કરી છે.
વર્લ્ડ કપ પહેલા સર્જરી કરવાનો નિર્ણય મુશ્કેલ હતો
રવિન્દ્ર જાડેજાએ છેલ્લે ઓગષ્ટ 2022માં ભારત તરફથી એશિયા કપ રમ્યો હતો. આ એશિયા કપ દરમિયાન જ તેને ઘૂંટણમાં ઈજા થઇ હતી અને ત્યાર બાદ સર્જરી કરાવી હતી. જાડેજા એ જણાવ્યું કે ” મારા માટે 5 મહિના ક્રિકેટથી દુર રહેવું ખૂબ જ અઘરું હતું જેને લઈને સ્વભાવ પણ ચીડિયો થઇ ગયો હતો. ઈજાથી ચિંતિત હતો પરંતુ સર્જરી કરવી જ પડે તેમ હતી. ત્યારબાદ મે વિચાર્યું કે વર્લ્ડ કપ પહેલા સર્જરી કરવાવી કે તેના પછી. ડોક્ટરની સલાહથી મે વર્લ્ડ કપ પહેલા સર્જરી કરાવી કારણકે સર્જરી વિના વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ હતું.
આ અપન વાંચો:ભારતીય ટીમને પડ્યો મોટો ફટકો, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાંથી બહાર !
વર્લ્ડ કપ જોયો તો પોતાની જાતને ત્યાં જ જોતો
જાડેજાએ જણાવ્યું કે, ” પુર્નવસનનો સમય ઘણો મુશ્કેલ હોય છે. આ સમય દરમિયાન એક જ પ્રશ્ન થાય કે હવે ક્યારે ફીટ થઈશ. ઘરે ટીવી પર ટી-20 વર્લ્ડ કપ જોતો ત્યારે એવું લાગતું કે હું પણ ત્યાં જ છું. આ બધી બાબતો આપણને પ્રેરણા પૂરી પડે છે અને તમે સારી રીતે ટ્રેનિંગ અને ઝડપી પુર્નવસન કરી શકો છે.”
Excitement of comeback ????
Story behind recovery ????
Happiness to wear #TeamIndia jersey once again ????All-rounder @imjadeja shares it all as India gear up for the 1⃣st #INDvAUS Test ???? ???? – By @RajalArora
FULL INTERVIEW ???? ????https://t.co/wLDodmTGQK pic.twitter.com/F2XtdSMpTv
— BCCI (@BCCI) February 5, 2023
ફિઝિયો અને ટ્રેનરે ખૂબ મહેનત કરી
જાડેજાએ જણાવ્યું કે, “ફિઝિયો અને ટ્રેનરે નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે મારા પર ખૂબ જ મહેનત કરી. રવિવારે રજા હોવા છતાં તે મારા માટે આવતા અને મદદ કરતા હતા. હું બે-ત્રણ અઠવાડિયા NCA બેંગલુરુંમાં રહેતો અને માઇન્ડ ફ્રેશ કરવા માટે ઘરે જતો હતો. હું વધુમાં વધુ સમય ટ્રેનિંગમાં આપતો જેથી ઝડપથી ઠીક થઇ શકું.”
આ પણ વાંચો:ગત ઓસ્ટ્રેલિયા શ્રેણી કરતાં આ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેટલી બદલાઈ, આ ખેલાડીઓ થયા ઘર ભેગા
વધુમાં જણાવ્યું કે,”NCAના ટ્રેનર ખૂબ જ પ્રેરણા આપતા રહે છે. જયારે હું કહેતો કે મને ખૂબ જ દુઃખાવો થાય છે ત્યારે મને કહેતા કે તમારે દેશ માટે મહેનત કરવાની છે નહિ કે પોતાના માટે. તેમની આવી વાતથી મારું મનોબળ ખૂબ વધી જતું.”
ઈજા પછીના બે મહિના ખૂબ જ મુશ્કેલ હતા
જાડેજાએ કહ્યું કે, “સર્જરી પછીના બે મહિના મારા માટે ખુબજ મુશ્કેલ રહ્યા. આવી પરિસ્થિતિમાં તમે બહાર પણ ન નીકળી શકો કે ચાલી પણ ન શકો. આવા સમયમાં પરિવાર અને મિત્રો સાથે હતા.”
આ પણ વાંચો:રણજી ટ્રોફી : પંજાબને 71 રને હરાવી સૌરાષ્ટ્ર સેમિ ફાઈનલમાં પહોંચ્યું
5 મહિના પછી પુનરાગમન
ઈજાથી સંપૂર્ણ ફીટ થઈને રવિન્દ્ર જાડેજા 24 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી રમ્યો. જાડેજાએ જણાવ્યું કે, “રણજી ટ્રોફીમાં રમતના પ્રથમ દિવસે મને અજીબ લાગ્યું. હું 5 મહિના પછી તાપમાં ક્રિકેટ રમવા આવ્યો હતો કારણકે તેના પહેલા ઇન્ડોર ટ્રેનિંગ જ કરતો હતો. મેચ દરમિયાન ચેન્નાઈના વાતાવરણથી મને થોડી તકલીફ પડી, પછી ધીરે ધીરે વાતાવરણ માફક આવતું ગયું. 5માં દિવસે મને લાગ્યું કે હું રમવા માટે ફીટ છું કારણકે કોઈ મોટી ટુર્નામેન્ટ રમતા પહેલા એક કોન્ફિડેન્સ જોઈએ જે મને રણજી મેચમાં રમવાથી મળ્યો.”
તમિલનાડુ સામે જાડેજાએ 41.1 ઓવર બોલિંગ કરી. પ્રથમ ઇનિંગમાં તો માત્ર 1 જ વિકેટ મળી પરંતુ બીજી ઇનિંગમાં 7ને પવેલિયન ભેગા કરી દીધા. તેણે બેટિંગમાં પ્રથમ ઇનિંગમાં 23 અને બીજી ઇનિંગમાં 15 રણ બનાવી પોતાને મેચ માટે ફીટ સાબિત કર્યો. જે નાગપુર ખાતે થનાર પ્રથમ ટેસ્ટ માટે ખૂબ જરૂરી હતું.
આ પણ વાંચો:ભારતના ટોપ સ્પિનરનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયાએ લીધી આ ગુજ્જુ ખેલાડીની મદદ