નારણપુરામાં તૈયાર થનાર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ગુજરાતના સ્પોર્ટ્સ કલ્ચરને એક નવી દિશા આપશે: જાણો ખાસિયતો
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રૂપિયા 624 કરોડના ખર્ચે નિર્માણ થનારા અતિઆધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુર્હૂત કરતા સમગ્ર ગાંધીનગરના સંસદીય મતવિસ્તારને 2024 સુધીમાં દેશનું સૌથી વધુ વિકસિત અને રમતગમત સહિતની સર્વાંગી સુવિધાથી સમૃદ્ધ મતવિસ્તાર બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. અમદાવાદના નારણપૂરા વિસ્તારમાં ઓલમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે તે કોમ્પેલક્ષની મુખ્ય ખાસિયતો નીચે મુજબની છે.
એક્વાટિક કોમ્પ્લેક્ષ – આ સ્વિમિંગ પૂલની સાઈઝ FINA દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેનો ડાઇવિંગ પુલ તેમજ આર્ટિસ્ટક તથા વોટરપોલો તરીકે ઉપયોગ થઈ શકશે. પ્રેક્ષક ગેલેરી અંદાજિત ૧૫૦૦ પ્રેક્ષકોની છે.કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર – આ સેન્ટરમાં 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ, 6 કેરમ ટેબલ, 9 ચેસ, સ્નુકર અને બિલિયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી શકે તેવો મલ્ટિપર્પઝ હોલ બનનાર છે.સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ – આ સેન્ટર ઓફ એક્સેલન્સમાં 42 મીટર * 24 મીટરના મુખ્ય 2 હોલ બનશે, જેમાં 2 બાસ્કેટ બોલ કોર્ટ, 2 વોલિબોલ કોર્ટ અથવા 8 બેડમિન્ટન કોર્ટ તરીકે એક જ સમયે વપરાશ થઇ શકશે. આ હોલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે ઉપરોક્ત જણાવેલી રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા પણ યોજી શકાશે. આ સેન્ટરના મલ્ટિસ્પોર્ટ્સ હોલમાં 4 ટેકવાન્ડો કોર્ટ અથવા 4 કબડ્ડી કોર્ટ અથવા 4 રેસલિંગ તેમજ 12 ટેબલ ટેનિસ મેચ એક જ સમયે યોજી શકાશે.
આ કોમ્પ્લેક્ષમાં ખેલાડીઓ માટે લોન્જ સાથેનું 1 સ્પોર્ટ્સ સાયન્સ અને ફિટનેસ સેન્ટર, ચેન્જ રૂમ, લોકર્સ, ઇક્વિપમેન્ટ સ્ટોર, મેડિકલ સર્વિસ સ્ટેશન, ઓડિયો-વિડિયો ફેસિલિટી સાથેનો ટ્રેનિંગ રૂમ, વહીવટી ઓફિસ પણ બનનાર છે. ઉપરાંત આ સેન્ટરમાં કોચ માટે 8 ડબલ બેડ રૂમ, ખેલાડીઓ માટે 89 ટ્રીપલ બેડ રૂમ તેમજ 150 કોપોરેટ માટેના ડાઇનિંગ હોલનો સમાવેશ થાય છે.
ઇન્ડોર મલ્ટિ સ્પોર્ટ્સ અરેના – સદર અરેનામાં 80 મીટર * 40 મીટર સાઇઝના વિશાળ હોલમાં વિવિધ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટનું આયોજન થઇ શકશે. આમાં કુલ 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેલબોલ કોર્ટ, 4 વોલિબોલ કોર્ટ અને 4 જિમ્નેસ્ટીક મેટનો સમાવેશ થાય છે. તદઉપરાંત, આમાં ટાઇકવોન્ડો કુસ્તી અને ટેબલ ટેનિસ માટે ટ્રેનિંગના હેતુ માટે મલ્ટિપર્પઝ હોલની સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એક સાથે 5200 પ્રેક્ષકો મેચ નિહાળી શકે, તે મુજબનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમાં વોર્મ-અપ એરિયા, ખેલાડીઓ, જજીસ, કોચ, રેફરી અને વી.આઇ.પી. માટે લોન્જ એરિયા, સેન્ટ્રલ એડમિન ઓફિસ, સ્પોર્ટ્સ ફેડરેશન માટેની રૂમ, ડોપિંગ એરિયા, મેડિકલ સર્વિસ સ્ટેશન, મીડિયા રૂમ, કોલ રૂમ ઉપરાંત મીડિયા અને અન્ય ટેક્નિકલ ઓપરેશન સુવિધા સાથેના રૂમની પણ વ્યવસ્થા કરી છે.
.@narendramodi जी के निरंतर प्रोत्साहन व प्रयासों का ही प्रतिफल है कि आज देश के युवा खेल की हर विधा में एक के बाद एक अंतर्राष्ट्रीय पदक जीत नया इतिहास रच रहे हैं।
इसी कड़ी में गांधीनगर के नारणपुरा में ₹632 करोड़ से बन रहे ओलंपिक स्तर के स्पोर्ट्स कॉम्प्लेक्स का शिलान्यास किया। pic.twitter.com/Mijvp3BS1w
— Amit Shah (@AmitShah) May 29, 2022
ફિટ ઇન્ડિયા ઝોન – આ ઝોનમાં સિનિયર સિટિઝન માટે સીટિંગ એરિયા, સ્કેટિંગ રિંક, કબડ્ડી, ખો-ખો ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન ઝોન અને જોગિંગ ટ્રેકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આઉટ ડોર સ્પોર્ટ્સ – આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આઉટ ડોર સ્પોર્ટ્સ માટે 6 ટેનિસ કોર્ટ, 1 બોસ્કેટબોલ કોર્ટ, 1 વોલિબોલ કોર્ટનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત 850 ટુ-વ્હિલર અને 800 ફોર –વ્હિલરના પાર્કિગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.