ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં મેઘની ગતિ ધીમી પડી, જાણો કયારે આવશે ધોધમાર વરસાદ

Text To Speech
  • 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે: અંબાલાલ પટેલ
  • રાજ્યમાં 2થી 4 ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી કરાઇ
  • રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી

ગુજરાતમાં મેઘની ગતિ ધીમી પડી છે. જેમાં જાણો કયારે ધોધમાર વરસાદ આવશે. રાજ્યમાં વરસાદી સિસ્ટમની અસર થઇ રહી છે. ત્યારે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે. તથા રાજ્યમાં 2થી 4 ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સહકારી બેંકોના 3 હજાર કરોડના વ્યવહારો ખોરવાયા, જાણો શું છે કારણ 

3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે: અંબાલાલ પટેલ

આવતીકાલથી ફરી વરસાદી સિસ્ટમ બનશે. જેમાં આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 3 થી 4 ઓગસ્ટના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે.

તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે. નદીઓમાં પૂર પણ આવી શકે છે તેમ જણાવ્યું છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. તેમજ મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતાઓ છે. આગામી 3-4 દિવસમાં મધ્ય અને પૂર્વ તથા ઉત્તર-પશ્ચિમ દેશના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યકા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં છત્તીસગઢ, ઉત્તરાખંડ, કોસ્ટલ કર્ણાટક, કેરળ, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યકતા છે. આગામી 24 કલાકમાં દક્ષિણ કર્ણાટકમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળ, ગુજરાત પ્રદેશ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે.

Back to top button