ચૂંટણીને લઈને સટ્ટાબજાર ગરમ, ભાજપ પર લાગ્યો સૌથી મોટો દાવ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સટોડિયા બજાર ગરમાયું છે. ત્યારે આ વખતની ચૂંટણીને લઈને સટોડિયાઆઓએ ભવિષ્યવાણી કરી છે. તેમણે 182 માંથી 125 સીટો બીજેપીને મળશેનું અનુમાન લગાવ્યું છે.
ભાજપ પર મોટો દાવ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ યોજાતો જોવા મળ્યો હતો પણ આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે ભાજપના વોટ ઘટશેની સંભાવનાઓ સાથે ગુજરાતના બુકીઓએ 125 થી 139 સીટ ભાજપની, કોંગ્રેસને 40 થી 50 તેમજ આપને 6 થી 7 સીટો મળશેની ભવિષ્યવાણી કરી છે. ત્યારે સીટોના હિસાબથી બીજેપીને લગભગ 40 પૈસા, તો કોંગ્રેસને 4.50 રુ તો આપની 25 રુ. આપી રહ્યા છે.
આ પણ વાંચો:2024 પહેલા આ મોટો મુદ્દો વધારશે ભાજપનું ટેન્શનઃ ગુજરાતથી છત્તીસગઢ સુધી આ છે સંકેત
આ સાથે સટ્ટાબજારમાં એ પણ સટ્ટો લાગી રહ્યો છે કે કોની સરકાર રચાશે. ત્યારે સટોડિયાઓએ બીજેપીનું ગુજરાતમાં મોટા પ્રભુત્વના કારણે તેના પર સૌથી વધુ પૈસા લગાવ્યા છે. ત્યારે આ વખત પણ બીજેપી જ સત્તામાં રહશેની સૌથી સંભાવના છે.