નેશનલ

બેંગલોરમાં સોમવારથી શરૂ થશે શાનદાર Aero India 2023 એર શો

Text To Speech

બેંગલુરુના યેલહંકા એરફોર્સ સ્ટેશન પર એશિયાનો સૌથી મોટો એર શો એરો ઈન્ડિયા 13થી 17 ફેબ્રુઆરી વચ્ચે યોજાવાનો છે. દરમિયાન એર શો એરો ઈન્ડિયા 2023ની રિહર્સલ ચાલી રહી છે. આ વખતના એર શો માં આત્મનિર્ભર ભારતની તસવીર પ્રદર્શિત થશે. આ અંગે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ટવીટ કરી જણાવ્યુ કે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એરો ઈન્ડિયા 2023માં 15 હેલિકોપ્ટરોની એક અનોખી આત્મનિર્ભર ફોર્મેશનમાં ઉડાન ભરશે તો સાથે જ એલસીએ ટવીન-સીટર વેરિઅન્ટ, હોક-આઈ અને એચટીટી-40 વિમાન સિવાય આગામી પેઢીના સુપરસોનિક ટ્રેનરને પ્રદર્શિત કરવામાં આવશે.

સ્થાનિક ઉડ્ડયન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો હેતુ

આ અંગે એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર આ શો સ્થાનિક ઉડ્ડયન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સાથે જ મેક ઈન ઈન્ડિયાને આગળ વધારશે. બે વર્ષ બાદ થનારો એર શો રક્ષા અને સરકારી ક્ષેત્રોની પ્રમુખ હસ્તીઓને એક સાથે લાવવાનું મંચ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પીએમ મોદીએ કર્ણાટકના તુમકુરુમાં એચએએલની નવી હેલિકોપ્ટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ દરમિયાન પીએમ મોદીએ રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતાને મજબૂત કરવામાં એસએએસના પ્રયત્નોના પણ વખાણ કર્યા હતા.

Back to top button