કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ઝૂલતો પુલ દુર્ઘટના પાછળ મોરબી નગરપાલિકા જવાબદાર: SITનો રિપોર્ટ આવ્યો સામે

Text To Speech

ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ SITએ મોરબી દુર્ઘટના મામલે સમગ્ર તપાસ હાથ ધર્યા બાદ રિપોર્ટ બહાર પાડ્યો છે જે રિપોર્ટ SITએ હાઈકોર્ટમા રજૂ કર્યો હતો. મોરબી ઘટનાને લઈને સુઓમોટો PIL કરવામાં આવી હતી જેમાં આજે વચગાળાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે ચીફ ઓફિસર સામે માત્ર શિસ્તભંગનાં પગલા લેશો કે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરશો. આ સાથે નગરપાલિકાને સુપરસીડ કે બરખાસ્ત કરવા અંગે પણ હાઈકોર્ટે વાત કરી હતી.

મોરબી -hum dekhenge news
ચીફ ઓફિસર સામે માત્ર શિસ્તભંગનાં પગલા લેવા આદેશ

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુ, આજથી ચાર દિવસ માવઠાની આગાહી

SITનો વચગાળાનો રિપોર્ટ સામે આવ્યો

મોરબી દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે જે કેસમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એ. જે શાસ્ત્રીની ખંડપીઠે કરેલી સુઓમોટો અરજી પર સોમવારે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે સુનાવણીમાં SITનો રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં નગરપાલિકા જવાબદાર હોવાનું ઠેરવવામાં આવ્યુ છે. જે બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે આવી દુર્ઘટના નિવારવા માટે એસઓપી બનાવો. તેમજ આ ઘટનામાં યોગ્ય પગલા લો. આ સાથે રાજ્યના બ્રિજની માહિતી માંગી હતી તેમજ મોરબી ઘટનામાં હજુ સુધી સુપરસીડ કેમ કરાઈ નથી નો પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમજ મોરાબી ચીફ ઓફિસર સામે માત્ર ગુનો ક્યારે દાખલ થશેનુ પણ પુછતા સરકારની ઝાંટકણી કાઢી હતી.

SIT-hum dekhenge news
SITએ મોરબી દુર્ઘટના મામલે સમગ્ર તપાસ હાથ ધર્યા બાદ રિપોર્ટ બહાર પાડ્યો

હાઈકોર્ટના આદેશ 

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટે અગાઉ સરકારની ઝાટકણી કાઢી હતી. જે બાદ અનેક વખત ટકોર કરવામાં આવી છે. ત્યારે આ વખત સુનાવણીમાં ગુજરાતમાં હેરિટેજ ઈમારતોની જાળવણી કરવા હાઈકોર્ટે ટકોર કરી હતી. તેમજ મોરબી જેવી સ્થિતિ ફરીથી ક્યાંય ઉભી ન થાય તે માટે સરકારને અગાઉથી ચેતી જવા કહ્યું હતુ. તેમજ અગાઉ મુખ્યમંત્રી રાહત ફંડમાં 4 લાખ રુપિયાની તથા પ્રધાનમંત્રી ફંડ માંથી 2 લાખ આપવા અંગે જણાવામાં આવ્યુ હતુ

Back to top button