દિવાળીબેન આહિરે ગાયેલું ગીત કર્તવ્ય પથ પર ગુંજી ઊઠ્યું
ભુજ, 26 જાન્યુઆરી : પ્રજાસત્તાક પર્વ નિમિતે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન, દિલ્હીના કર્તવ્ય પથ પર જુદા-જુદા રાજ્યોની ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવે છે . જેમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય દ્વારા 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિતે બેનમૂન ટેબ્લોનું નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ પરથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતેની પ્રજાસત્તાક પર્વની આ પરેડમાં કચ્છના ધોરડોની ઝાંખી જોવા મળી હતી. સાથે જ, દિવાળીબેન આહિરે ગાયેલું ગીત ‘રાણો ચીંધો રાજ મેં ભેંનું’ કર્તવ્ય પથ ગુંજી ઉઠ્યું હતું.
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું ‘બેસ્ટ વિલેજ”ની યાદીમાં સામેલ થયેલું ધોરડો અને તેની કચ્છી કલા-સંસ્કૃતિ, સરહદી પ્રવાસન, રણોત્સવ, આર્થિક નિર્ભરતા, UNESCOમાં ICHનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂકેલા ગરબા તેમજ આ ગરબા સાથે હલકદાર અને મીઠા અવાજે રજુ થયેલા પરંપરાગત કચ્છી ગીતો ‘રાણો ચીંધો રાજ મેં ભેંનું’ સહિતનો આ ગુજરાતનો ટેબ્લો તેની સંખ્યાબંધ વિશેષતાઓના લીધે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો.
View this post on Instagram
ગરબા સાથે હલકદાર અવાજમાં રજુ થયેલુ 50 સેકંડનું આ કચ્છી ગીત જેને કંઠ અને સ્વરબધ્ધ રીતે રજૂ કરવામાં કચ્છના જાણીતા લોકગાયિકા દિવાળીબેન ડાંગરનું અનેરું યોગદાન છે. ભુજ જિલ્લાના નાડાપા ગામના રહેવાસી દિવાળીબેન ડાંગર જે સ્થાનિક કલાકારોમાં દિવાળીબેન આહિરના નામે પ્રચલિત છે. તેણે 20 વર્ષ પૂર્વ સંગીતયાત્રાની પ્રારંભિક તાલીમ તેમના મોટા બાપુજી ગોપાલ બાપુ પાસેથી મેળવી હતી. ત્યારબાદ, જીવીબેન કાપડી પાસેથી લોકસંગીતની તાલીમ અને પ્રેરણા લીધી.
દિવાળીબેને ‘કંઠ્ય સંગીત માટે મેં કોઈ ખાસ તાલીમ લીધી નથી. તેણે હાર્મોનિયમ શીખી અને વર્ષ-2005માં ગ્રામીણ સ્તરે નાના-મોટા કાર્યક્રમોથી સંગીત સફરનો પ્રારંભ કર્યો હતો. તેમજ, વર્ષ-2007માં આવેલા તેના પહેલા કચ્છી મ્યુઝિક આલ્બમ ‘માડી તુજી માની’ ને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. અત્યાર સુધીમાં કચ્છી અને ગુજરાતી ભાષામાં દિવાળીબેનના આશરે 60થી વધુ મ્યુઝિક આલ્બમ આવી ચૂક્યા છે. જેમાં ધાર્મિક, રાસ-ગરબા, ડાયરા, કૃષ્ણ સંગીત, માં આશાપુરાને સ્પર્શતા આલ્બમનો સમાવેશ છે.
દિવાળીબેન પ્રજાસત્તાક દિનની પરેડમાં તેમના કંઠે ગવાયેલા ગીતની પસંદગીથી અત્યંત ઉત્સુક છે. તે માંને છે કે, રાષ્ટ્રીય પર્વમાં આ તક પ્રાપ્ત થવી એ બહુજ ગૈરવની વાત છે. સાથે જ, તેમને સંખ્યાબંધ પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે.
આ પણ વાંચો : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જૂનાગઢમાં યોજાયો અદ્દભુત અશ્વ શો