માતા પર થઈ રહેલો અત્યાચાર સહન ન થતાં પુત્રે નશાખોર પિતાની કરી હત્યા, જાણો ક્યાંનો છે કિસ્સો?
ઈસ્લામાબાદ,15 મે: પાકિસ્તાનમાં એક અસાધારણ ઘટના બની છે. સામાન્ય રીતે નશાખોર પુત્રને સીધા રસ્તે લાવવા પિતા તેને સજા કરતા હોય છે, પરંતુ એક એવો બનાવ બન્યો છે જેમાં નશાખોર પિતાની તેના પુત્રે જ હત્યા કરી દીધી! પાકિસ્તાનના તિબ્બા સુલતાનપુરમાં એક દુ: ખદ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 15 વર્ષના છોકરાએ ગુસ્સામાં આવીને તેના પિતાનો જીવ લીધો હતો. કેસની શરૂઆતની તપાસમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગોળી મારવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ આજાણ્યો ગુનેગાર પીડિતાનો પોતાનો પુત્ર અલી હસન જ હતો.
મુલતાન અને વેહારી વચ્ચેના નગરમાં બનેલી આ ઘટનાએ સ્થાનિક લોકોને ચોંકાવી દીધા હતા
સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ બાદ પોલીસે અલી હસનને ઝડપી લીધો હતો, જેણે પાછળથી ગુનો કબૂલ્યો હતો. તેણે જણાવ્યું કે કેવી રીતે તેના પિતા દારૂના નશામાં તેની માતાને માનસિક અને શારીરિક શોષણનો શિકાર બનાવતા હતા, જેના પગલે અલીએ આ પગલું ભર્યું હતું. અલી પાસેથી હત્યા સમયે વપરાયેલું હથિયાર મળી આવ્યું હતું ત્યારબાદ અધિકારીઓએ ઘટનાની આસપાસના વિસ્તારની સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી. આ ઘટના 24 એપ્રિલની ઘટનાની યાદ અપાવે છે, જ્યાં હિંસક ટોળાએ એક પરિવારને રહેંસી નાખ્યો હતો.
નનકાના સાહિબમાં, એડવોકેટ સાજિદ નામના વ્યક્તિની તેના ભાઈ સાથે કથિત રીતે તેના જ પુત્ર ઝૈન દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અથડામણ ત્યારે થઈ જ્યારે એડવોકેટ સાજિદે ઝૈન પાસેથી તેની કાર પાછી લીધી, જેના કારણે તીવ્ર બોલાચાલી થઈ. તપાસમાં જાણવા મળ્યું કે વકીલ સાજિદ અને તેનો ભાઈ વકાસ કોર્ટમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો. ઝૈને તેમને રોકીને ગોળીબાર કર્યો હતો , જેના પરિણામે તેના પિતા અને કાકાનું દુઃખદ મૃત્યુ થયું હતું. અહેવાલ અનુસાર તે પછી વાહન સાથે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
આ પણ વાંચોઃ કંપનીઓ તરફથી સતત આવતા ફોનના ત્રાસથી ટૂંક સમયમાં રાહત મળી શકે છે