સુરતમાં માનવતા ની મહેક, માનવતા હજુ મરી નથી પરવારી!
મોટા વરાછા વી.આઈ .પી સર્કલ ખાતે આરના પ્લાસ્ટિક સર્જરી કલીનીક ધરાવતા પ્લાસ્ટિક સર્જન ડો. સુધીર નાવડિયા એ વિગત વાર માહિતી આપતા જણાવેલ કે, ગત તારીખ 25.08.2022 ના રોજ સવાર ના આશરે 9.45 થી 10.15 ના સમય ગાળા દરમિયાન તેઓ સરથાણા જકાત નાકા પાસે આવેલ રોયલ આર્કેડ માં દર્દી ની તપાસ માટે ગયેલ હતા. તે દરમિયાન તેઓ ની કાર KIA SONET નંબર GJ 05 RN 8562 બાજુમાં આવેલ સ્વસ્તિક ટાવર ની સામે ની બાજુ રોડ પર પાર્ક કરેલ હતી. ત્યારે લગભગ 10 થી 10.15 વાગ્યા ની આસપાસ ગાડી ના પાછળ નો કાચ તોડી ને બે કળા કલર ની બેગની સુરત થયેલ છે તેવું જાણવા મળ્યું.
આ પણ વાંચો: સોનાલી ફોગાટનો નશ્વરદેહ પંચતત્વોમાં વિલીન, પુત્રીએ ભીની આંખે આપી મુખાગ્ની
બેગ માં માઈક્રો સર્જરીના સાધનો તેમજ અગત્ય ના કાગળો તેમજ ડીગ્રી સર્ટીફીકેટ હતા. સાધનોની અંદાજીત કિંમત અઢી થી ત્રણ લાખ જેટલી હતી , આથી ડો. સુધીર નાવડિયા એ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પરંતુ તા. 26.08.2022ના રોજ કોર્પોરેશનના સફાઈ કર્મચારી તરીકે સેવા બજાવતા શ્રી હિતેશભાઈ ગલચર ને સવજીભાઈ કોરાટ બ્રીજના છેડે આવેલ લજામણી ચોક પાસે ગણેશ આલુપુરી પાસે સફાઈ કામગીરી કરતા ઘાસ માંથી બે બેગ મળી આવી. જે બેગ માં એક કવર તથા મેડીકલ ને લગતા સાધનો મળી આવ્યા. હિતેશભાઈ આ પહેલા આઈ.એમ.એ સુરત બ્રાંચ ની ઓફીસ માં સેવા બજાવેલ. જેથી તેઓ હીરાબાગ ખાતે રેડીયોલોજી ની પ્રેક્ટિસ કરતાં આઈ.એમ એ ના પૂર્વ ઉપ પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા ને ઓળખતા. માટે તેઓને ફોન કરી અને જાણ કરેલ કે બે બેગ મળેલ છે. જેમાં ડો સુધીર નાવડિયા નું કવર છે , આથી ડો. જગદીશ વઘાસીયા એ ડો. સુધીર ભાઈ ને ફોન કરી આ વાત ની જાણ કરી. તેઓ સ્થળ પર પહોચી બેગ ની ચકાસણી કરી અને પોતાની હોઈ એવી ખાતરી કરેલ આમ એક સફાઈ કર્મચારી તરીકે કામગીરી કરતા કર્મચારીએ લોભ લાલચમાં આવ્યા વગર જેમની બેગ હતી તેમની પહોચાડી. આમ, માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પડેલ છે. આથી સાહેબે હિતેશભાઈ નો આભાર માનેલ અને ત્યારબાદ પોલીસ મથકે જઈ આ બાબત ની જાણ કરેલ.