દુનિયાનું સૌથી નાનું ગામ, જ્યાં રહે છે માત્ર એક મહિલા! જાણો તેણી કેવી રીતે પસાર કરે છે દિવસ અને રાત
- સામાન્ય રીતે નાનું ગામ હોય તો પણ ત્યાં ઘણા પરિવારો વસવાટ કરતાં હોય છે, સૌથી નાના ગામમાં પણ ઓછામાં ઓછી 100-150 લોકોની વસ્તી હોય છે
HD ન્યૂઝ ડેસ્ક, 14 ઓગસ્ટ: સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે નાનું ગામ હોય તો પણ ત્યાં ઘણા પરિવારો વસવાટ કરતાં હોય છે. સૌથી નાના ગામમાં પણ ઓછામાં ઓછી 100-150 લોકોની વસ્તી હોય છે. પરંતુ આજે જે ગામ વિશે વાત કરવાની છે તે ગામની વસ્તી માત્ર એક જ વ્યક્તિની છે. તેના સિવાય અહીં બીજું કોઈ રહેતું નથી. આ ગામમાં માત્ર એક જ મહિલા રહે છે. તે ઘણાં વર્ષોથી આ ગામમાં એકલા રહે છે અને વૃદ્ધ હોવા છતાં પણ તે આ ગામની તમામ વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે. જો આપણે વિશ્વમાં કોઈપણ જગ્યાએ જાઓ, તો તમને ઓછામાં ઓછી 20-30 લોકોની વસ્તી ચોક્કસપણે જોવા મળશે, પરંતુ આ ગામમાં એવું નથી.
View this post on Instagram
ગામમાં વૃદ્ધ સ્ત્રી એકલી જ રહે છે
વિશ્વનું સૌથી નાનું ગામ અમેરિકાના નેબ્રાસ્કામાં આવેલું છે. આ ગામનું નામ છે- મોનોવી. 2010માં થયેલી વસ્તી ગણતરી મુજબ અહીં માત્ર એક વૃદ્ધ મહિલા જ રહે છે. મહિલાનું નામ એલ્સી આઈલર છે. 2020ની વસ્તી ગણતરી મુજબ તેમની ઉંમર 86 વર્ષની હતી. તે અહીં એકલા રહેતા હોવાથી તેઓ મેયરથી લઈને બારટેન્ડર અને લાઈબ્રેરિયન સુધીનું બધું જ કામ પોતે સંભાળે છે. એલ્સી આઈલર 2004થી આ ગામમાં એકલા રહે છે.
લોકો ગામની મુલાકાતે આવે છે…
લગભગ 54 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા મોનોવી ગામમાં પહેલા લોકો વસવાટ કરતા હતા. અહેવાલ અનુસાર, વર્ષ 1930 સુધી અહીં 123 લોકો રહેતા હતા, પરંતુ ધીમે ધીમે અહીં વસ્તી ઓછી થવા લાગી. 1980 સુધીમાં આ ગામમાં માત્ર 18 લોકો જ બચ્યા હતા અને તે પછી વર્ષ 2000 સુધીમાં માત્ર એલ્સી અને તેના પતિ રૂડી જ બચ્યાં હતાં. 2004માં રૂડી આયલરના મૃત્યુ પછી વૃદ્ધ મહિલા અહીં એકલા જ રહે છે. ઉનાળામાં, લોકો આ ગામની મુલાકાત લેવા આવે છે અને તેઓ એલ્સીને તેના કામમાં મદદ પણ કરે છે.
આ પણ જૂઓ: બૉસને કપડાં પહેરવાની સલાહ આપવાના મળશે કરોડો રૂપિયા વેતનઃ જોઈ શું રહ્યા છો? કરો અરજી